Advertisement
Author: નોબત સમાચાર

પર્યાવરણ દિને પોલીસવડા પ્રેમસુખ ડેલુનો પબ્લિકને સંદેશઃ દર વર્ષે એક નવું વૃક્ષ વાવો અને ઉછેરો

જામનગરના પોલીસ વિભાગ દ્વારા હેડકવાર્ટરમાં બે વર્ષમાં ૨૭ હજાર વૃક્ષ વાવીને ઉછેરાયા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫:જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુએ પાંચ જુન વિશ્વ પર્યાવરણ દિવસે શહેર જિલ્લાની જનતાને સંદેશો આપતા જણાવ્યું છે કે, પ્રત્યેક નાગરિકે પોતાના જીવનમાં એક વર્ષ દરમિયાન એક નવું વૃક્ષ અવશ્ય વાવવું જોઈએ.

ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે ૫ મી જુને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે. પર્યાવરણની જાળવણી માટે વિવિધ વ્યકિત, સંસ્થા અને સરકારી વિભાગો કામગીરી કરતા હોય છે. જામનગરના પોલીસ વિભાગ દ્વારા પર્યાવરણ જાળવણી માટે પ્રસંશનીય કામગીરી કરી છે. શહેરમાં પોલીસ હેડકવાટરમાં છેલ્લા ૨ વર્ષમાં ૨૭ હજાર જેટલા વૃક્ષોનુ વાવેતર અને ઉછેર કર્યો છે. ટપક સિંચાઈ પદ્ધતિથી ફૂલ, ફળ અને વૃક્ષોનું વાવેતર અને ઉછેર કર્યો છે. શહેરની મધ્યમાં આવેલા પોલીસ હેડ ક્વાર્ટરમાં ઓક્સિજન પાર્ક પોલીસ જવાનોએ તૈયાર કર્યો છે.

જામનગર પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવા માટે તો ફરજ બજાવે છે. સાથે જ સામાજિક જવાબદારી પણ નિભાવે છે. જામનગર પોલીસ દ્વારા ફેબ્રુઆરી-૨૦૨૫ એચડીએફસી બેન્કના સહયોગથી ઓક્સિજન પાર્ક તૈયાર કર્યો. જેમાં ૨૫ હજાર વૃક્ષોનુ વાવેતર કર્યુ, છે, અને તેના ઉછેરની જવાબદાર નિભાવી રહૃાા છે. આ ઓક્સિજન પાર્કમાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષોનો ઉછેર કરે છે. જેમાં સેતુર, ગોસર આંબલી, સુરમ, અરીઠા, બદામ, લાલભાજી, રાવળાજાબું, આંબલી, બીલીપત્ર, લીમડો, ગરમાળો, ગુગળ સહીતના ૪૫ પ્રકારના વૃક્ષોનું વાવેતર કર્યુ છે.

આ ઉપરાંત આમ્રવાટીકા જાન્યુઆરી-૨૦૨૫માં આશરે ૫૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યુ. જેમાં વિવિધ પ્રકારના આંબાનુ વાવેતર કર્યુ છે.  તેમજ ૨૦૨૨માં અમૃત વાટીકામાં આશરે ૧ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કર્યુ છે. જેમાં જુદા-જુદા ફળો, લીંબુ, બદામ, આંબલી સહીતના વૃક્ષોનુ વાવેતર કર્યુ છે. તેમજ વેજીટેબલ ગાર્ડનમાં વિવિધ શાકભાજીનું વાવેતર કર્યુ છે.

આમ કુલ ૧ ઓક્સિજન પાર્ક, બે વાટીકા અને એક બગીચામાં કુલ ૨૭ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર અને જતન કરવામાં પોલીસના જવાનોએ સફળ અને પ્રશંસનીય કામગીરી કરી છે. પોલિસ હેડકવાટર્સમાં પોલીસ કર્મચારીઓ મટેના કવાટર્સ આવેલા છે. સાથે પોલીસ મથકો અને કચેરીઓ કાર્યરત છે. અહી ખાલી પડેલી વૈરાન જગ્યામાં પોલીસ દ્વારા વન ઉભૂં  કરવામાં આવ્યું છે.

ગત ફેબ્રુઆરી-૨૦૨૫માં રાજકોટ રેન્જ આઈ અશોકકુમાર યાદવની ઉપસ્થિતિમાં ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યો. અને જામનગર પોલીસની ટીમ દ્વારા થતી પર્યાવરણ અંગેની કામગીરીને રેન્જ આઈજીએ વખાણીને બીરદાવી હતી. અન્ય જિલ્લાની પોલીસે પણ આ પ્રકારની કામગીરી કરવા જામનગર પોલીસ દ્વારા પ્રેરણારૂપ કામગીરી કરાઈ છે.  પોલીસની વિવિધ ફરજની કામગીરીની સાથે પર્યાવરણની લગતી કામગીરી અંગે અધિકારીઓને કામની જવાબદારી સોપવામાં આવેલી છે. પોલીસ હેડકવાટરમા વૃક્ષોના ઉછેર અને જતન માટે નિયમિત નિષ્ઠાપૂર્વક કામગીરી પોલીસ જવાનો કરતા હોય છે. આ ઉપરાંત સમાયાંતરે પોલીસની ટીમ દ્વારા શ્રમદાન કરીને વનમાં કામગીરી કરીને પર્યાવરણ જતન માટે પ્રશંસનીય કામગીરી કરી રહૃાા છે. જેના પરીણામ સ્વરૂપે હેડ કવાટરમાં 'વન વગડો' જોવા મળે છે.

આજે પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ છે, ત્યારે જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુ એ જામનગર શહેર જિલ્લાની તમામ જનતાને સંદેશો આપ્યો છે, કે પ્રત્યેક નાગરિકે પોતાના જીવનમાં વર્ષ દરમિયાન એક વૃક્ષનું અવશ્ય વાવેતર કરીને ધરતી માતા ને વળતર આપવું જોઈએ. સાથે સાથે તેના નિભાવની જવાબદારી પણ સંભાળવી જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh