Advertisement
Author: નોબત સમાચાર

તત્કાલ રેલવે ટિકિટ માટે આધારકાર્ડ ફરજિયાત

દરરોજ લગભગ સવા બે લાખ મુસાફરો તત્કાલ ટિકિટ બુક કરાવે છે

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૫:રેલવે ટિકિટ બુકિંગના નિયમ બદલાયા છે, અને આધારકાર્ડ ફરજિયાત કરાયું છે, તત્કાલ ટિકિટ બુકિંગમાં આધાર વેરિફાઈડ યુઝર્સને પ્રાથમિકતા મળશે. દરરોજ લગભગ ૨.૨૫ લાખ મુસાફરો તત્કાલ ટિકિટ બુક કરાવે છે.

ભારતીય રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે જે વપરાશકર્તાઓના એકાઉન્ટ આધાર સાથે વેરિફાઇડ નથી તેમના એકાઉન્ટ બંધ થઈ શકે છે. રેલવે રિપોર્ટ અનુસાર, દરરોજ લગભગ ૨.૨૫ લાખ મુસાફરો તત્કાલ ટિકિટ બુક કરાવે છે. ૨૪ મે અને ૨ જૂન વચ્ચેના ડેટા દર્શાવે છે કે બુકિંગ વિન્ડો ખુલતાની સાથે જ, પહેલી મિનિટમાં ખૂબ ઓછી ટિકિટ બુક થાય છે, પરંતુ બીજી મિનિટમાં આ સંખ્યા અચાનક વધી જાય છે જેનું કારણ બોટ્સ અને નકલી એકાઉન્ટ્સ હોવાનું માનવામાં આવે છે.

રેલવેએ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ની મદદથી ૨.૪ કરોડથી વધુ નકલી આઈડી બ્લોક કરી દીધા છે અને ૨૦ લાખ એકાઉન્ટ્સ હજુ પણ તપાસ હેઠળ છે. રેલવેએ સ્પષ્ટતા કરી છે કે જે એકાઉન્ટ્સમાં આધાર વેરિફિકેશન નથી તેમને ધીમે ધીમે નિષ્ક્રિય કરવામાં આવશે.

રેલવેનું કહેવું છે કે જે યુઝર્સના એકાઉન્ટ આધાર સાથે લિંક છે તેમને તત્કાલ ટિકિટ બુકિંગની પહેલી ૧૦ મિનિટમાં પ્રાથમિકતા આપવામાં આવશે. આઈઆરસીટીસીના અધિકૃત એજન્ટો પણ પહેલી ૧૦ મિનિટમાં ટિકિટ બુક કરી શકશે નહીં. રેલવેનું આગળનું પગલું એ છે કે ટૂંક સમયમાં આધાર આધારિત  વેરિફિકેશન પણ ફરજિયાત બનાવવામાં આવશે અને કાઉન્ટર પરથી ટિકિટ બુકિંગ માટે પણ આધાર જરૂરી બની શકે છે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારતીય રેલવે ટૂંક સમયમાં ઈ-આધાર સાથે તત્કાલ ટિકિટ બુકિંગ શરૂ કરશે જેથી જરૂરિયાતમંદ અને સાચા મુસાફરો ટિકિટ મેળવી શકે.

આઈઆરસીટીસીની તપાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા પાંચ મહિનામાં ૨.૫ કરોડ નકલી યુઝર આઈડી દ્વારા ટિકિટ બુક કરવામાં આવી રહી હતી, જેના કારણે સામાન્ય મુસાફરો ટિકિટ મેળવી શકયા ન હતા. ટિકિટ કાઉન્ટર ખુલતાની સાથે જ, પ્રથમ પાંચ મિનિટમાં ૨.૯ લાખ શંકાસ્પદ પીએનઆર જનરેટ થયા, જેમાં જનરલ અને તત્કાલ ટિકિટ બંનેનો સમાવેશ થાય છે. આઈઆરસીટીસીએ ફરીથી ૨૦ લાખ વધુ યુઝર આઈડી ચકાસણી પ્રક્રિયા હેઠળ મૂકયા છે, જેથી ટિકિટના કાળાબજારને રોકી શકાય.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh