Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'એ ગ્રેડ' ધારક ખંભાળિયા નગરપાલિકા કર્મચારીઓની સંખ્યાના મુદ્દે અતિ કંગાળ
ખંભાળિયા તા. પઃ ખંભાળિયા નગરપાલિકાને 'એ ગ્રેડ' મળ્યો છે, પણ કર્મચારીઓની સંખ્યાની દૃષ્ટિએ ન.પા. અતિ કંગાળ હાલતમાં છે. ન.પા.માં પટાવાળાથી ચીફ ઓફિસર સુધીની સંખ્યાબંધ જગ્યા ખાલી પડી છે. વહીવટી કામગીરી માટે માત્ર દસ જ કર્મચારી છે. ૧૮૦ જેટલા અધધધ... રોજમદાર કર્મચારીઓ દ્વારા વહીવટ ચાલે છે.
અ વર્ગની ન.પા.ની વાત તો છોડો પણ 'સી વર્ગ'ની પાલિકાની સ્થિતિના સમયથી પાલિકામાં ચીફ ઓફિસર, એકાઉન્ટ, ક્લાર્ક, પટાવાળા, બાંધકામ વિભાગમાં ક્લાર્ક, સર્વેયર, મિસ્ત્રી-મિકેનિક, વોટર વર્કસમાં ઈજનેર, ક્લાર્ક, ફીટર, માળી, વાલ્વમેન, ડ્રાયવર, ફીટર ઓઈલ મેનની જગ્યાઓ વર્ષોથી ખાલી છે. આ ઉપરાંત શોપ ઈન્સ્પેક્ટર ક્લાર્ક, ડ્રગ્સ ઈન્સ્પેક્ટર, સેનેટરી સબ ઈન્સ્પેક્ટર, દવા કર્મચારી, સફાઈ કામદાર કાયમીના પાંચ જગ્યા, ડ્રાયવર, મુકાદમ, ક્લાર્ક બગીચા, સ્ટાફ માટે માળી ચોકીદાર, વ્યાયામ શાળા માટે વ્યાયામ શિક્ષક, હાઉસ ટેક્સ વિભાગ માટે ક્લાર્ક, પટાગાળા ઈલેક્ટ્રીક વિભાગમાં ફેડ વાયરમેન, હેલ્પર, વાયરમેન કમ્પોસ ખાતા યોજના માટે ડ્રાયવર, ચોકીદાર કામદારોની જગ્યાઓ વર્ષોથી ખાલી છે.
૧૮૦ રોજમદાર
ખંભાળિયામાં સફાઈ કામદારો, ઈલેક્ટ્રીક સ્ટાફ લાઈટ વિભાગ, પાણી પુરવઠા, સેનીટેશન, બગીચો, હાઉસ ટેક્સ, એકાઉન્ટ, ટેક્સ વિભાગ વિગેરેમાં હાલ ૧૮૦ થી વધુ રોજમદારો, હંગામી કર્મચારીઓ તો ર૦-રપ વર્ષથી કામ કરે છે, પણ કાયમી ભરતી થતી નથી. હાલ જુના પાલિકાના સ્ટ્રેન્થમાં પણ ૧પ૦ જેટલી કાયમી જગ્યાઓ વચ્ચે ૭૦ જેટલી જગ્યાઓ પણ ભરેલી નથી. જેમાં ઓફિસ વહીવટમાં તો માત્ર ૧૦ કર્મચારી જ છે. આવી સ્થિતિમાં વિકાસ કે લોકોને સગવડ માટેનો વહીવટ કેમ થાય?
પાલિકા પૂર્વ કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય દ્વારા ઉચ્ચ સંબંધિત વિભાગોમાં એ વર્ગની ન.પા. પ્રમાણે કાયમી સ્ટાફની તાકીદે નિયુક્તિ કરવા માંગ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial