Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય શેરબજારમાં ઇન્ડેક્સ બેઝડ તેજી તરફી રૂખ...!!

તા. ૦૧-૦૧-૨૦૨૬ ના રોજ સવારે ૧૦ કલાકે....

મોટા ફંડો, ખેલાડીઓની ગેરહાજરી અને વૈશ્વિક મોરચે નિરૂત્સાહ સાથે વર્ષ ૨૦૨૬ માટે આર્થિક મોરચે વિશ્વાસની કટોકટીને લઈ ભારતીય શેરબજારમાં સપ્તાહના શરૂઆતી દિવસોમાં શેરોમાં એકંદર મંદીની રૂખ રહી હતી. ફંડો, ખેલંદાઓએ શેરોમાં ઓલ રાઉન્ડ ઓફલોડિંગ કર્યું હતું. પરંતુ, વૈશ્વિક મોરચે એસેટ ક્લાસ બદલાઈને વર્ષ ૨૦૨૫માં સોના-ચાંદીમાં ફંડો, ઈન્વેસ્ટરો સક્રિય મોટાપાયે લેવાલ રહેતાં તેજી સાથે આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ઇન્ડેક્સ બેઝડ ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી.

આંતરરાષ્ટ્રીય સ્તરે એક તરફ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સાથે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત સફળ નહીં રહેતાં અને રશિયા-યુક્રેન યુદ્ધના અંત મામલે અનિશ્ચિતતાના પરિણામે વૈશ્વિક બજારોમાં સાવચેતી વિરૂધ ભારતીય શેરબજારમાં રિકવરી જોવાઈ હતી.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૭%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૭૪% અને નેસ્ડેક ૦.૭૧% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૮% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૩% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૪૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૮૦ અને વધનારની સંખ્યા ૧૭૦૫ રહી હતી, ૧૬૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર એફએમસીજી, હેલ્થકેર અને પીએસયુ બેન્ક સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ।.૧,૩૫,૨૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ।.૧,૩૫,૫૫૯ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ।.૧,૩૫,૨૫૨ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૩૮ પોઈન્ટના ઘટાડા સાથે રૂ।.૧,૩૫,૪૦૯ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ।.૨,૩૫,૯૯૮ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ।.૨,૩૮,૯૧૧ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ।.૨,૩૪,૮૫૫ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૫૯૯ પોઈન્ટના ઉછાળા સાથે રૂ।.૨,૩૬,૩૦૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

જીન્દાલ સ્ટીલ (૧૦૫૩) : આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ।.૧૦૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ।.૧૦૧૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ।.૧૦૬૭ થી રૂ।.૧૦૭૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ।.૧૦૮૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!

વોલ્ટાસ લિ. (૧૩૬૩) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ।.૧૩૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ।.૧૩૩૦ ના સપોર્ટથી આ સ્ટોક ૧૩૭૭ થી રૂ।.૧૩૮૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

એચડીએફસી બેન્ક (૯૯૯) : રૂ।.૯૮૬ નો પ્રથમ તેમજ રૂ।. ૯૭૯ બીજા પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ।.૧૦૧૩ થી રૂ।.૧૦૨૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!

ડીએલએફ લિ. (૬૯૪) : રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ।.૭૦૩ થી રૂ।.૭૧૫ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ।.૬૮૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, ભારતીય શેરબજાર માટે આવનારા સમયમાં દિશા બે ભાગમાં વહેંચાયેલી જોવા મળશે. એક તરફ પ્રાથમિક બજારમાં આઈપીઓ અને ખાસ કરીને રાઈટસ ઈશ્યુ મારફત નાણાં ઊભા કરવાની પ્રવૃત્તિમાં તેજી એ બાબતનું સૂચન કરે છે કે કંપનીઓ લાંબા ગાળાના વિકાસ માટે મૂડી ઊભી કરવામાં આત્મવિશ્વાસ ધરાવે છે. સેબી દ્વારા રાઈટસ ઈશ્યુના ધોરણોને સરળ બનાવવાના પગલાંએ કોર્પોરેટ્સ માટે સમય અને ખર્ચ બંને ઘટાડ્યા છે, જેના કારણે બજારની અસ્થિરતા વચ્ચે પણ કંપનીઓ પોતાના હાજર શેરધારકો પાસેથી મૂડી મેળવવાનું વધુ સલામત વિકલ્પ માની રહી છે. આ ટ્રેન્ડ દર્શાવે છે કે આગામી સમયમાં પ્રાથમિક બજારમાં ફંડ રેઇઝિંગની રચના બદલાતી રહેશે અને  રાઈટસ ઈશ્યુ આઈપીઓ અને ક્યુઆઈપીનો મજબૂત વિકલ્પ બની શકે છે.

બીજી તરફ, સેકન્ડરી માર્કેટમાં વધતી વોલેટિલિટી, ખાસ કરીને સ્મોલ અને મિડકેપ શેરોમાં રોકાણકારો માટે સાવચેતીનો સંકેત આપી રહી છે. બજારમાં કરેકશન અને વૈશ્વિક અનિશ્ચિતતાઓના માહોલમાં સંસ્થાકીય રોકાણકારો જોખમ સ્વીકારવામાં સંકોચ અનુભવી રહ્યા છે, જેના કારણે ક્યુઆઈપી જેવી સંસ્થાકીય ફંડિંગ પદ્ધતિઓ પર અસર પડી છે. આવી પરિસ્થિતિમાં ભારતીય શેરબજારની ભાવી દિશા સિલેક્ટિવ ગ્રોથ તરફ ઝુકતી દેખાય છે, જ્યાં મજબૂત બેલેન્સશીટ, સ્થિર કેશ ફ્લો અને સ્પષ્ટ બિઝનેસ મોડલ ધરાવતી કંપનીઓમાં જ રોકાણકારોનો વિશ્વાસ કેન્દ્રિત રહેશે. લાંબા ગાળે આ પ્રવૃત્તિ બજારને વધુ સ્વસ્થ અને ગુણવત્તા આધારિત બનાવશે, જોકે ટૂંકા ગાળે અસ્થિરતા યથા વત્ રહેવાની શક્યતા રહેશે



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh