Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વેપાર-ઉદ્યોગ, રમત ગમત અને શિક્ષણના સર્વે માટે આવેલી ટીમે લાખોટા મ્યુઝિયમ નિહાળ્યુ
જામનગર તા. ૨૫: ઓસ્ટ્રેલિયન કોન્સ્યુલ જનરલ સહિતની ટીમ વેપાર-ઉદ્યોગ અને રમત ગમત, શિક્ષણની બાબતના સર્વે અર્થે જામનગર આવી પહોંચી છે. જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી સાથે બંને દેશ વચ્ચે વેપાર-ઉદ્યોગ, રમત-ગમત શિક્ષણ અને સ્વાસ્થ્યને લગત બાબતોની ચર્ચા થઈ હતી. ધારાસભ્ય દ્વારા ઓસ્ટ્રેલિયાના તમામ પ્રતિનિધિ મંડળને જામનગરના રણમલ લેક તેમજ લાખોટા મ્યુઝિયમની મુલાકાત કરાવાઈ હતી.
ઓસ્ટ્રેલિયન કોન્સ્યુલ જનરલ સહિતની ટીમ ગઈકાલે જામનગરની મહેમાન બની હતી, અને ધારાસભ્ય દિવ્યેશ અકબરી સાથે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના રમત ગમત, ઉદ્યોગ, વ્યાપાર, શિક્ષણ, અને સ્વાસ્થ્ય ને લગતી બાબતો ની ચર્ચા વિચારણા થઈ હતી. ઉપરાંત આગામી ઓલમ્પિક ગુજરાતમાં રમાશે તે સંદર્ભે વિશેષમાં વાતચીત થઈ હતી. અને બંને દેશના વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. સાથો સાથ તમામ પ્રતિનિધિ મંડળને રણમલ લેક તથા લાખોટા મ્યુઝિયમની મુલાકાત પણ કરાવી હતી.
ઓસ્ટ્રેલિયન કોન્સ્યુલ જનરલ પોલ મર્ફી, કે જેઓ પશ્ચિમ ભારતના ગુજરાત મહારાષ્ટ્ર સહિતના ત્રણ રાજ્યના કોન્સ્યુલેટ છે. ભારત સાથે ઓસ્ટ્રેલિયાના વેપાર ઉદ્યોગ, રમતગમત સહિતના મુદ્દે ચર્ચા વિચારણા અને વિચારોનું આદાન પ્રદાન કરવા માટે જામનગરના મહેમાન બન્યા હતા.
ઓસ્ટ્રેલિયન કોન્સ્યુલ જનરલ પોલ મર્ફીની સાથે વાઇસ કોન્સ્યુલ યાન સિંકલેર, ઉપરાંત ઓસ્ટ્રેલિયન જનરલ મુંબઈની વિદેશી બાબતો અને વેપાર જગતના સંશોધન અધિકારી ઐશ્વર્યા વર્મા સહિતની સમગ્ર ટીમ ગઈકાલે જામનગર આવી હતી, અને નગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીના જન સંપર્ક કાર્યાલય પર આવી પહોંચ્યા હતા, અને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ઉદ્યોગ વ્યાપાર રમત ગમત શિક્ષણ અને સ્વાસ્થ્યને લગતી બાબતની ચર્ચા વિચારણા કરી હતી, અને એકબીજાના વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને તેઓની સમગ્ર ટીમ દ્વારા સર્વે ઓસ્ટ્રેલિયા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત આગામી ઓલમ્પિક ગુજરાતમાં રમાશે,જે અંગે વિશેષથી વાતચીત કરી હતી, અને બંને દેશ વચ્ચે એકબીજાના વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હતા.
તેઓની જામનગરની મુલાકાત દરમિયાન ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા જામનગરની શાન એવા રણમલ લેક અને લાખોટા મ્યુઝિયમની મુલાકાત કરાવી હતી, અને તેઓ મ્યુઝિયમ નિહાળીને અભિભૂત થયા હતા.
આ વેળાએ ધારાસભ્ય દિવ્યેશ અકબરીની સાથે મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, જામનગર મહાનગરપાલિકાના શાસક જૂથના નેતા આશિષ જોષી, દંડક કેતનભાઇ નાખવા, મહાનગરપાલિકાના પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના રાજીવ જાની વગેરે પણ ઉપસ્થિત રહૃાા હતા, અને જામનગરના ઇતિહાસ તેમજ લાખોટા મ્યુઝિયમ સંબંધે સંપૂર્ણ જાણકારી પણ આપી હતી.
ઓસ્ટ્રેલિયાનું સર્વે પ્રતિનિધિ મંડળ જામનગરની મુલાકાતથી અભિભૂત થયું હતું, અને બન્ને દેશ વચ્ચેના વિચારોનું આદાન-પ્રદાન કરવા બદલ ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને તેઓની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત તમામને જામનગરની પ્રચલિત વસ્તુઓની ભેટ સોગાદ પણ યાદગીરી રૂપે અપાઇ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial