Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતની ૪૫૬૪ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૩૫૨૪ ૫ેટા ચૂંટણીના પરિણામો

કહીં ખુશી કહી ગમ... દ્વારકામાં નોટો ઉડી... હળવદમાં તકરાર... ચૂસ્ત બંદોબસ્ત

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૨૫: ગુજરાતની ૬૫૬૪ ગ્રામપંચાયતની ચૂંટણીના પરિણામો આવ્યા છે. જીતની ખુશીમાં દ્વારકામાં નોટો ઉડાવાઈ હતી. હળવદમાં મતગણતરી સમયે માથાકુટ પણ થઈ હતી. તો કયાંક જીતેલા સરપંચને નોટોનો હાર પહેરાવાયો હતો. એકંદરે કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો હતો.

ગુજરાતની ગ્રામ પંચાયતો માટે ૨૨ જૂને યોજાયેલી ચૂંટણીઓનું આજે સવારથી ૯ વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ છે. સરપંચ પદના ઉમેદવાર અને વોર્ડના સભ્યોની જીતની ઠેર ઠેર ઢોલ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. જીતની ખુશીમાં ભાવુક દૃશ્યો પણ સર્જાયા છે. જીતનું ખુશીમાં સમર્થકો અબીલ-ગુલાલ અને નોટો ઉડાવી રહી છે. અહેવાલો મુજબ દ્વારકા જિલ્લામાં અબીલ ગુલાબ સાથે નોટો ઉડી હતી, તો સરપંચનુ ચલણી નોટોનો હાર પહેરાવી સ્વાગત કરાયુ હતું.

રાજ્યમાં કુલ ૮૩૨૬ ગ્રામપંચાયતોની ચૂંટણી થવાની હતી, જેમાંથી ૪૫૬૪ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને ૩૫૨૪ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી થઈ હતી. સામાન્ય હેઠળની ચૂંટણી હેઠળની ૪૫૬૪માંથી ૭૫૧ ગ્રામ પંચાયતો સમરસ થઈ હતી. ત્યારબાદની ૩૫૪૧માંથી ૨૭૨ ગ્રામ પંચાયતોમાં બેઠકો બિનહરીફ થવાના કારણે અથવા ઉમેદવારી ન નોંધાવાતા બેઠકો ખાલી રહેવાથી ચૂંટણી થઇ નથી.

બીજી તરફ પેટા ચૂંટણી હેઠળની કુલ ૩૫૨૪ ગ્રામ પંચાયતો પૈકી બેઠકો બિનહરિફ થવાના કારણે અથવા ઉમેદવારી ન નોંધાવાના કારણે બેઠક ખાલી રહેલ હોય તેવી કુલ ૩૧૭૧ ગ્રામ પંચાયતો બાદ કરતાં ૩૫૩ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ રહી છે. જ્યારે કડી અને વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી હોવાથી કડી અને જોટાણા તાલુકાની ગ્રામ પંચાયતો, તેમજ વિસાવદર વિધાનસભાના ભેંસાણ, વિસાવદર, જૂનાગઢ ગ્રામ્ય તથા બગસરા તાલુકાઓમાં આવતી ૨ હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ મોફૂક રાખી છે.

રાજ્યમાં કુલ ૨૩૯ સ્થળોએ ૧૦૮૦ હોલમાં મતગણતરી હાથ ધરાઈ હતી. જેમાં ૨૭૭૧ ટેબલનો ઉપયોગ થયો હતો. મતગણતરી પ્રક્રિયા માટે ૧૩,૪૪૪ કર્મચારીઓ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે ૧૪,૨૩૧ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત, ૩,૪૩૧ વર્ગ-૪ ના કર્મચારીઓ પણ ફરજ પર હતાં.

શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતગણતરી સુનિશ્ચિત કરવા માટે મતગણતરી કેન્દ્રો પર અને તેની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર મતગણતરી પ્રક્રિયા સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ થઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh