Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના દિશા નિર્દેશ મુજબ મહાનગરપાલિકાના નવનિર્મિત અટલ બિહારી વાજપેયી સભાગૃહમાં "સંવિધાના હત્યા દિવસ" ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજયના કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્યો રિવાબા જાડેજા, મેઘજીભાઈ ચાવડા, જિલ્લા કલેકટર કેતનભાઈ ઠક્કર, મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનોદભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, મનપા સ્થાયી સમિતિના અધ્યક્ષ નિલેશભાઈ કગથરા, શાસક જૂથના નેતા આશિષ જોશી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, તેમજ કોર્પોરેટરો, ભાજપના આગેવાનો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ૧૯૭૫ની કટોકટીની ઘટના પછી અત્યાર સુધીના ૫૦ વર્ષના સમયગાળામાં કદાચ આ વર્ષે સૌ પ્રથમ વખત કોઈ રાજકીય પક્ષ દ્વારા નહીં પણ સરકારી ધોરણે ઉજવણી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial