Advertisement
Author: નોબત સમાચાર

નયારા કંપનીમાં વારાની બાબતે ટેન્કર ચાલક પર બેડના ચાર શખ્સનો હુમલો

ખંભાળિયામાં યુવકને માર મારી રૂ.૨૨૦૦ લૂંટી લેવાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જામનગર-ખંભાળિયા રોડ પર નયારા કંપનીમાં સોમવારે સાંજે ટેન્કરમાં સીલ મરાવવા માટે લાઈનમાં ઉભેલા ટેન્કરચાલક સાથે વારા બાબતે ચાર શખ્સે બોલાચાલી કર્યા પછી હુમલો કરી માર માર્યાની ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે ખંભાળિયામાં લાઈટ ડેકોરેશન કરી રહેલા યુવાનને બે શખ્સે માર મારી રૂ.રર૦૦ રોકડા ઝૂંટવી લીધા છે.

જામનગર-ખંભાળિયા રોડ પર આવેલી નયારા કંપનીમાં ટીએલસીબી વીભાગમાં સોમવારે સાંજે મૂળ કલ્યાણપુરના ભોપલકા ગામના વતની અને હાલમાં જામનગરના નાઘેડી ગામમાં વસવાટ કરતા મજબૂતસિંહ જશુભા જાડેજા નામના ટેન્કરચાલક જીજે-૧૪-ઝેડ ૬૬૩૩ નંબરના ટેન્કરમાં સીલ કરાવવા માટે લાઈનમાં ઉભા હતા.

આ વેળાએ બેડ ગામના દેવશી નારણભાઈ નાંગેશ નામના ટેન્કર ડ્રાઈવરે પોતાનું ટેન્કર વચ્ચેથી મૂકી દેતા મજબૂતસિંહે પોતાનો વારો હોવાનું કહ્યું હતું. તેથી બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારપછી દેવશી ઉપરાંત વિજય દેવાભાઈ પરમાર, રાજેશ લાખાભાઈ પરમાર, પૂંજા માલદેભાઈ બોરડા નામના ચાર શખ્સે ગાળો ભાંડી મજબૂતસિંહ પર હુમલો કર્યાે હતો અને માથામાં લોખંડનું કડુ માર્યું હતું. ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરાઈ છે.

ખંભાળિયામાં રેલવે સ્ટેશન રોડ પર રહેતા કરણ ઈશ્વરદાસ મેસવાણીયા નામના યુવાન સોમવારે રાત્રે સલાયા નાકા પાસે લાઈટ ડેકોરેશનનું કામ કરતા હતા ત્યારે વિશાલ દુદાભાઈ વરમલ, નવાબ મહેબુબ નાગોરી નામના બે શખ્સે તેઓને ગાળો ભાંડી હુમલો કર્યાે હતો. વિશાલે ફડાકા ઝીંક્યા પછી કમરપટાથી માર માર્યાે હતો અને બંને શખ્સે કરણના ખિસ્સામાંથી રૂ.૨૨૦૦ લૂંટી લીધા હતા. ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh