Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિજેતા ઉમેદવારોના અબીલ-ગુલાલની છોળો સાથે નીકળ્યા વિજય સરઘસોઃ સરખા મત નીકળ્યા ત્યાં ચિઠ્ઠી નાંખી ફેસલો કરાયોઃ
જામનગર તા. રપઃ હાલારના બન્ને જિલ્લાની ૨૫૨ ગ્રામ પંચાયંતોમાં સરપંચના સભ્ય માટેની ચૂંટણી યોજાયા પછી આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મત ગણતરી દરેક તાલુકા મથકે ચાલી રહી છે. જામનગર જિલ્લાની ૧૮૭ ગ્રામ પંચાયત અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૬પ ગ્રામ પંચાયતના મતદાન પછી આજે મતગણતરી હાથ ધરાઈ હતી અને વિજેતા થયેલ ઉમેદવારોના વાજતે-ગાજતે અને અબીલ-ગુલાલની છોળો સાથે વિજય સરઘસ નીકળી રહ્યાં છે.
જામનગર જિલ્લાની ૧૮૭ ગ્રામ પંચાયતોમાં થયેલ મતદાન પછી આજે સવારથી મત ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. કેટલાક ગામના સરપંચ અને સભ્યો વિજેતા થતા તેમના વિજય સરઘસ નીકળ્યા હતાં.
જામનગર જિલ્લાની ૩૨૬ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર થયો હતો. તેમાંથી ૬૦ ગ્રામ પંચાયત સમરસ તથા અમુક ગ્રામ પંચાયતોના સભ્યોની બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. બાકીની ૧૮૭ ગ્રામ પંચાયતમાં મતદાન થયુ હતું.
આજે તમામ તાલુકા મથકોમાં મત ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. જામનગર તાલુકાની ૪૯ ગામની યોજાયેલ ચૂંટણીની આજે સવારે ડીકેવી કોલેજમાં મત ગણતરી શરૂ કરવામાં આવી છે. આ માટે આઠ રૂમમાં આશરે ૧૦૦ વ્યક્તિઓનો સ્ટાફ કાર્યરત થયો છે. સવારે જાહેર થયેલા પરિણામોમાં, ખોજા, બેરાજા ગામના સરપંચ બિનહરીફ થયા પછી ઉપસરપંચ તરીકે કિશોરભાઈ ભાણજીભાઈ સભાયા, સુવરડા ગામના સરપંચ તરીકે વિમલભાઈ મહેશભાઈ નાખવા, દડમનીયા (મતવા) ના સરપંચ પદે દિવ્યેશભાઈ સભાયા વિજેતા જાહેર થયા છે.
લાવડીયા ગામમાં શૈલેષભાઈ ગંઢા સરપંચ ૫દે વિજેતા થયા છે.
તાલુકાના અન્ય ગામડાના સરપંચ અને સભ્યો માટે હજુ મત ગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે. અને ધીમે-ધીમે વિજેતાના નામો જાહેર થઈ રહ્યાં છે. જો કે, બેલેટ પેપરથી મતદાન થયું હોવાથી બેલેટની મત ગણતરી ચાલી રહી છે. બેલેટ પેપરની ગણતરીમાં વધુ સમય જતો હોવાથી તમામ ગામના પરિણામો માટે ખૂબ જ રાહ જોવી પડશે.
જ્યારે વિજેતા સરપંચ અને સભ્યો તરીકે જેઓ વિજેતા થઈ રહ્યાં છે તેમના વાજતે-ગાજતે વિજય સરઘસ નીકળી રહ્યાં છે.
હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મત ગણતરી ચાલી રહી છે. આ ઉપરાંત દરેક તાલુકા મથકે પણ મતગણતરી ચાલી રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૬પ ગ્રામ પંચાયતોના સરપંચો તથા સદસ્યોની ચૂંટણી યોજાઈ હતી. જેની આજે મત ગણતરી શરૂ થતા પરિણામો જાહેર થતા ઢોલ-નગારા અને અબીલ ગુલાલની છોળો વિજેતા ઉમેદવારો અને ટેકેદારોએ ઉડાવી હતી.
ખંભાળીયા તાલુકાની મત ગણતરી જી.વી.જે. હાઈસ્કૂલ - ખંભાળીયામાં, ભાણવડ તાલુકાની મત ગણતરી સરકારી કોલેજ ભાણવડમાં, કલ્યાણપુર તાલુકાની મત ગણતરી સરકારી કોલેજ - કલ્યાણપુર તથા દ્વારકા તાલુકાની એન.ડી.એચ. હાઈસ્કૂલમાં યોજાઈ છે. જે બિલ્ડીંગોની બહાર સવારથી જ લોકોના ટોળા ભેગા થયા હતાં. પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ શરૂ થયેલ ગ્રામ પંચાયતોની મત ગણતરીમાં ખંભાળીયા તાલુકામાં નવ ગ્રામ પંચાયતો, ભાણવડમાં ૧૮, કલ્યાણપુરમાં ર૩ તથા દ્વારકામાં ૧પ મળી ૬પ ગ્રામપંચાયતો તથા ૩ર૯ સદસ્યોની ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે.
ખંભાળીયા તાલુકાના દાંતા ગ્રામ પંચાયતની ભારે રસાકસીભરી ચૂંટણીમાં કિરણબા જેસંગજી જાડેજાને ૪૯૩ તથા દિપસિંહ હેમુભા જાડેજાને ૫૮૩ મત મળતા દિપસિંહ જાડેજા ૯૦ મતે વિજેતા થયા હતાં. ગોકુલપુર ગ્રામ પંચાયતમાં ખીમજીભાઈ હરજીભાઈ નકુમ વિજેતા થયા હતાં. જુના તથીયા ગ્રામ પંચાયતના સરપંચમાં પાલીબેન કરમુર પ૪પ મતો મેળવી વિજેતા થયા હતાં. ખંભાળીયાના દખણાદા બારા વોર્ડ નં. પ માં બન્ને મહિલા ઉમેદવારોને પ૮-પ૮ સરખા મત મળતા ચિઠ્ઠી નાખીને વિજેતા જાહેર કરતા હંસાબા કનુભા વિજેતા થયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial