Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક હુમલાખોરે ઉશ્કેરણી કર્યાની ફરિયાદઃ
જામનગર તા. ૨૫: જામનગર-ખંભાળિયા રોડ પર ઝાખર ગામના પુલ પાસે સોમવારે રાત્રે બે ટેન્કર ડ્રાઈવર તથા એક ક્લિનરને ચાર શખ્સે લમધારી નાખ્યા હતા. તે પહેલાં બે જુદી જુદી જ્ઞાતિના યુવાન વચ્ચે નયારા કંપનીમાં માથાકૂટ થયા પછી આ હુમલો થયાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મોટી ખાવડી ગામ નજીકના ગાગવાધારમાં વસવાટ કરતા પરબતભાઈ રાજાભાઈ નાંગેશ નામના ટેન્કર ડ્રાઈવર તેમજ બાબુભાઈ મોરી નામના બીજા ડ્રાઈવર અને ક્લિનર રવિ વાઘેલા સોમવારે નયારા કંપનીમાં ટેન્કર ભરવા માટે ગયા હતા.
આ વેળાએ ઝાખર ગામના પુલ પાસે સરદારસિંહ જાડેજા, અજીતસિંહ જાડેજા તથા બે અજાણ્યા શખ્સે ટેન્કર રોકાવી પરબતભાઈ તેમજ બાબુભાઈ અને રવિ વાઘેલાને ગાળો ભાંડી ઢીકાપાટુથી માર માર્યાે હતો. આ વેળાએ બે અજાણ્યા શખ્સે સળીયાથી પરબતભાઈને ઈજા પહોંચાડી હતી.
આ બાબતની મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. જેમાં જણાવાયા મુજબ સોમવારે નયારા કંપનીમાં ઝાખર ગામના દરબાર યુવાન તથા રબારી યુવાન વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં રબારી યુવાને માર માર્યા પછી અજીતસિંહ જાડેજાએ હવે કોઈપણ રબારી જ્ઞાતિનો માણસ ટેન્કર લઈને આવે તો તેને માર મારવા ઉશ્કેરણી કર્યા પછી રાત્રે દસેક વાગ્યે બે ટેન્કર ડ્રાઈવર અને એક ક્લિનરને માર મારવામાં આવ્યો હતો. પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial