Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોડપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓએ
ખંભાળિયા તા. ૨૫: મોડપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓએ રક્તદાન કરી જોખમી સગર્ભાનો જીવ બચાવ્યો હતો, તે પછી એક સમયે માત્ર ૪.૫ હિમોગ્લોબિન ધરાવતા મધ્યપ્રદેશના શારદાબહેનને જામનગર આરોગ્ય વિભાગની સેવા ફળી;સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો.
મૂળ મધ્યપ્રદેશના અને મજૂરી અર્થે ચારણતુંગી ગામે આવેલા શારદાબેન લુલુભાઈ ક્નેશની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોડપરની આરોગ્ય ટીમ દ્વારા નોંધણી અને તપાસ કરવામાં આવી હતી. આ સમયે, તેમને ગર્ભાવસ્થાનો પાંચમો મહિનો ચાલતો હતો અને તેમનું હિમોગ્લોબિન ૧૦ જણાયું હતું.આથી આરોગ્ય ટીમે તેમને આયર્ન-કેલ્શિયમની ગોળીઓ અને પોષણયુક્ત આહાર અંગે માર્ગદર્શન આપ્યું હતું. એક મહિના પછી, ફરીથી તપાસ કરતાં શારદાબેનનું હિમોગ્લોબિન એકદમ ઘટીને ૪.૫ થઈ ગયું હતું. આરોગ્ય ટીમે તાત્કાલિક તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી. જો કે પરિવાર ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં તપાસ માટે પહોંચ્યો હતો. ત્યાંના ડોકટરોએ તપાસ બાદ તાત્કાલિક બ્લડની જરૂર પડશે તેમ જણાવતા પરિવાર માટે મુશ્કેલ સ્થિતિ ઉભી થઇ હતી.
પરિસ્થિતિની ગંભીરતા સમજતા મોડપર આરોગ કેન્દ્રના ખુશાલભાઈ કંડોરીયા અને આયુષ્યમાન આરોગ્ય મંદિર અપિયાના હરેશભાઈ જોગલ તાત્કાલિક ખંભાળિયા સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે પરિવારને મળીને ડોકટરો સાથે વાતચીત કરી અને તાત્કાલિક રક્તદાન કર્યું હતું, અને સગર્ભાનો જીવ બચાવ્યો હતો.
એક મહિનો ચારણતુંગી વાડીમાં રહૃાા બાદ, સગર્ભા પોતાના વતન મધ્યપ્રદેશ પરત ફર્યા. આરોગ્ય ટીમે ત્યાંની આરોગ્ય ટીમ સાથે સંકલન કરીને કેસને રિફર કર્યો. અંતે ૧૨ એપ્રિલ, ૨૦૨૫ના મધ્યપ્રદેશના અલીરાજપુરમાં શારદાબેને ૨.૫ કિલો વજનની સ્વસ્થ દીકરીને જન્મ આપ્યો. હાલ માતા અને દીકરી બંનેનું સ્વાસ્થ્ય સારું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial