Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં આવતીકાલથી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાશે

શાળા પ્રવેશોત્સવ એટલે સમાજોત્સવઃ ૧૪ હજાર બાળકોનું સામૂહિક એડમિશન

                                                                                                                                                                                                      

રાજ્યની શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે તેમજ દીકરીઓ ઉત્તમ શિક્ષણ મેળવી પોતાની ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી શકે તેવા ઉદેશ્યથી બે દાયકા પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભગીરથ પ્રયાસ હાથ ધરીને વર્ષ ૨૦૦૩થી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.

પ્રવર્તમાન પ્રધાનમંત્રીએ કરાવ્યો હતો પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ રૂપે શરૂ કરેલ કાર્યક્રમ આજે વટવૃક્ષ બની બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પથદર્શક બન્યું છે. જેના પરીણામ સ્વરૂપ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ શિક્ષણની ગુણવત્તામાં સુધારો થયો છે.

શિક્ષણ અને સમાજદર્શક થીમ હેઠળ ઉજવણી

સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવની થીમ સાથે તા.૨૬ જૂનથી તા.૨૮ જૂન દરમ્યાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન થનાર છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫માં જિલ્લામાં કુલ-૩૩ રૂટ બનાવવામાં આવ્યાં છે. જેમાં મંત્રીઓ, ધારાસભ્યો, સચિવો, પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારશે. આ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી, બાલવાટિકા, ધોરણ-૧ અને ધોરણ-૯માં બાળકો પ્રવેશ મેળવનાર છે.

આંગણવાડી તેમજ

બાલવાટિકામાં પ્રવેશ

જો વિગતવાર જોઈએ તો, વર્ષ ૨૦૨૫-૨૬ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાંઆંગણવાડીમાં ખંભાળિયા તાલુકામાં ૫૭૭ કુમાર અને ૫૩૮ કન્યા, દ્વારકા તાલુકામાં ૩૧૬ કુમાર અને ૩૧૪ કન્યા, ભાણવડ તાલુકામાં ૩૯૯ કુમાર અને ૩૭૮ કન્યા તથા કલ્યાણપુર તાલુકામાં ૬૫૪ કુમાર અને ૫૯૩ કન્યા સહિત કુલ ૩૭૬૯ જેટલા બાળકો પ્રવેશ મેળવશે.

જ્યારે બાલવાટિકામાં ખંભાળિયા તાલુકામાં ૧૨૨૧ કુમાર અને ૧૨૩૫ કન્યા, દ્વારકા તાલુકામાં ૫૩૮ કુમાર અને ૫૭૦ કન્યા, ભાણવડ તાલુકામાં ૬૦૫ કુમાર અને ૬૧૦ કન્યા તથા કલ્યાણપુર તાલુકામાં ૮૮૪ કુમાર અને ૯૫૬ કન્યાઓ સહિત કુલ ૬૬૧૯ જેટલા બાળકો પ્રવેશ મેળવશે.

ધોરણ ૧માં પ્રવેશ

ધોરણ-૧માં ખંભાળિયા તાલુકામાં ૯૩ કુમાર અને ૮૮ કન્યા, દ્વારકા તાલુકામાં ૨૪ કુમાર અને ૨૨ કન્યા, ભાણવડ તાલુકામાં ૪૪ કુમાર અને ૩૯ કન્યા તથા કલ્યાણપુર તાલુકામાં ૧૧ કુમાર અને ૧૧ કન્યાઓ સહિત કુલ ૩૩૨ બાળકો ધોરણ ૧માં પા પા પગલી માંડશે.

ધોરણ ૯માં પ્રવેશ

ધોરણ-૦૯માં ખંભાળિયા તાલુકામાં ૭૬૦ કુમાર અને ૬૯૮ કન્યા, દ્વારકા તાલુકામાં ૬૨૦ કુમાર અને ૪૯૬ કન્યા, ભાણવડ તાલુકામાં ૨૦૦ કુમાર અને ૩૪૩ કન્યા તથા કલ્યાણપુર તાલુકામાં ૫૬૮ કુમાર અને ૩૩૭ કન્યા સહિત કુલ ૪૦૨૨ બાળકો શાળામાં પ્રવેશ મેળવશે.

૧૪૭૪૨ બાળકોની શિક્ષણયાત્રાનો પ્રારંભ

આમ, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાલવાટિકા, આંગણવાડી, ધોરણ-૦૧ અને ધોરણ-૦૯માં કુલ ૧૪,૭૪૨ જેટલા બાળકો પ્રવેશ મેળવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh