Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બોર્ડની પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ રિઝલ્ટ લાવનાર
જામનગર તા. ૩૦: ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ- ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી- માર્ચ,૨૦૨૫માં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે.
ધ્રુવીનું ડોક્ટર બનવાનું સ્વપ્ન
ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષામાં ચૌહાણ ધ્રુવી એ ૯૪.૪૪ ટકા અને ૯૮.૯૮ પીઆર સાથે એ વન ગ્રેડ પ્રાપ્ત કરીને ચૌહાણ પરિવારનું ગૌરવ વધાર્યું છે પરીક્ષામાં ઉચ્ચ ગુણાંક સાથેની સફળતા મળે તે માટે ધ્રુવી પહેલેથી જ નિયમિત રીતે વાંચન કરતી હતી ધ્રુવી ના પિતા મુકેશભાઈ સુથારી કામ સાથે સંકળાયેલા છે જ્યારે માતા મીનાબેન ગૃહિણી છે ધ્રુવી આગળ અભ્યાસ કરીને ડોક્ટર બનીને માનવસેવા કરવામાં માંગે છે.
નીલની બિઝનેસમેન બનવાની અભિલાષા
નીલ ઘેડિયાએ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં ૯૩.૧૭ ટકા અને ૯૮.૩૧ પી.આર. સાથે એ વન ગ્રેડ પ્રાપ્ત કરીને ઘેડિયા પરિવારનું ગૌરવ વધાર્યું છે. પિતા જેરામભાઈ સેન્ટિંગ કામ સાથે સંકળાયેલા છે અને માતા કંચનબેન હાઉસવાઈફ છે. અભ્યાસ ઉપરાંત સતત ક્રિયાશીલ રહેવું અને કંઈકને કંઈક નવું શીખવામાં રુચિ ધરાવનાર નીલ બિઝનેસમેન બનવા માંગે છે.
મારે આઈ.પી.એસ. ઓફિસર બનવું છેઃ વારા દેવલ
વારા દેવલે ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષામાં ૯૨% અને ૯૭.૩૨ પી.આર. સાથે એ વન ગ્રેડ પ્રાપ્ત કરીને વારા પરિવારનું ગૌરવ વધાર્યું છે. દેવલ ના પિતા પ્રકાશભાઈ કાર્પેન્ટર છે જ્યારે માતા પ્રીતિબેન ઘરકામ કરે છે. અભ્યાસ ઉપરાંત ક્રિકેટમાં રુચિ ધરાવનાર દેવલ આગળ અભ્યાસ કરીને આઇ.પી.એસ. ઓફિસર બનવા માંગે છે.
ઈશા ઘેડીયાની પ્રોફેસર બનવાની ઈચ્છા
ઈશા ઘેડીયાએ ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષામાં ૯૦.૫૦ ટકા અને ૯૬.૩૬ પીઆર પ્રાપ્ત કરીને ઘેડિયા પરિવાર નું ગૌરવ વધાર્યું છે. પિતા કિશોરભાઈ સુથારી કામ કરે છે અને માતા કિરણબેન ગૃહિણી છે. પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે ઈશા દરરોજ નિયમિત રીતે પાંચ કલાક અભ્યાસ કરતી હતી. અભ્યાસ ઉપરાંત ચિત્રકામ અને સમાચાર જોવાનો શોખ ધરાવનાર ઈશા આગળ અભ્યાસ કરીને પ્રોફેસર બનવા માંગે છે.
નંદનીની ડોક્ટર બનવાની અભિલાષા
ફટાણિયા નંદનીએ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં ૯૦.૩૩% અને ૯૬.૨૨ પી.આર. મેળવ્યા છે. પિતા તરુણભાઈ મજૂરી કામ કરે છે અને માતા શિલ્પાબેન આશા વર્કર છે. નંદનીને અભ્યાસ ઉપરાંત ટીવી જોવામાં રુચિ છે. મજૂરી કામ કરતા પિતાની આ પુત્રીને આગળ અભ્યાસ કરીને ડોક્ટર બનવું છે.
મારે આઈ.પી.એસ. ઓફિસર બનવું છેઃ હર્ષલ
હર્ષલે ધોરણ ૧૨ ની પરીક્ષામાં ૯૦% સાથે ૯૮.૫૨ પી.આર. મેળવ્યા છે. પિતા જયેશભાઈ સુથારી કામ કરે છે અને માતા નીતાબેન હાઉસવાઈફ છે. અભ્યાસ ઉપરાંત બાઇક રાઇડીંગ અને ચેસ રમવામાં રુચિ ધરાવનાર હર્ષલ આઇ.પી.એસ. ઓફિસર બનવા માંગે છે.
સમાજના પ્રમુખ અને શિક્ષકો દ્રારા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યાં છે.
શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ-જામનગર ના પ્રમુખ કાનજીભાઈ ગોહેલ, સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ નવાગામ ઘેડના પ્રમુખ લલિતભાઈ ફટાણીયા, સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ શંકરટેકરીના પ્રમુખ, તેમજ દરેક ઘટકના પ્રમુખો-હોદ્દેદારો, શિક્ષકોએ બોર્ડની પરીક્ષામાં સફળ થનારા જ્ઞાતિના સર્વે વિદ્યાર્થીઓને અભિનંદન તથા ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial