Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્લ્ડ ટોબેકો ડે નિમિત્તે આવતીકાલથી બે દિવસ સુધી
જામનગર તા. ૩૦: જામનગરની કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ તથા રોટરી ક્લબ ઓફ સેનોરાઝ તથા જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તા. ૩૧ મ. ના 'વર્લ્ડ નો ટોબેકો ડે' નિમિત્તે જાહેરમાં સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાનાર છે.
વર્લ્ડ નો ટોબેકો ડે નિમિત્તે ''નેશનલ ઓનલાઈન કોન્ટેસ્ટ વીથ ટોબેકો મોનીટર'' સાથે ડ્રોઈંગ કોન્ટેસ્ટ, પેન્સિલ શેડીંગ, રીલ મેકીંગ, ફોટોગ્રાફી, પોસ્ટર ડિઝાઈનીંગ, મીમીક્રીએશન, શોર્ટ સ્ટોરી રાઈટીંગ જેવી સ્પર્ધાઓ ૮ થી ૧૮ વર્ષ તેમજ ૧૮ વધુ વર્ષના વ્યક્તિઓ માટે યોજવામ આવી છે.
આ ઉપરાંત જામનગરના સિનિયર ડોક્ટરોએ તમાકુન વ્યસન છોડાવવા માટે ગાયેલા ખાસ ગીતોનું રેકોર્ડીંગ શહેરમાં આવતીકાલે તા. ૩૧-પ-ર૦રપ ના અલગ-અલગ સ્થળોએ પ્રોજેક્ટર તથા મોટા સ્ક્રીન ઉપર પ્રસારણ કરાશે. આ વિશેષ સંગીત સંધ્યા રાત્રે ૯.૩૦ વાગ્યે તળાવનીપાળે, ગેઈટ નં. ૧ પાસે તેમજ નવાનગર બેંકના સ્ટાફ અને પરિવારજનો માટે હરિયા સ્કૂલના ઓડિટોરિયમમાં, જ્યારે તા. ૧-૬-ર૦રપ ના રવિવારના રાત્રે ૮.૩૦ વાગ્યે તળાવનીપાળે, ગેઈટ નં. ૧ પાસે તેમજ એમ્યુઝમેન્ટ પાર્ક પાસે ઓપન-ટુ-ઓલ જાહેરમાં યોજાશે.
સમગ્ર આયોજન માટે કેન્સર ઈન્સ્ટિટયુટના એક્ઝિક્યુટીવ ઓફિસર અમરજીત આરલુવાલીયા, પ્રોજેક્ટ ડાયરેક્ટર નિરજભાઈ જોશી, સેક્રેટરી ગીતાબેન સાવલા, ટ્રેઝરર ભૂપેશભાઈ શાહ, એન.યુ. ઝવેરી, શીરીબેન બ્લોચ તથા સભ્યો જહેમત ઉઠાવી રહ્યાં છે. સંસ્થાના પ્રમુખ ડો. કલ્પનાબેન ખંઢેરીયાએ આ સંગીત સંધ્યાને માણવા જામનગરની જનતાને અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial