Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઈટીના નિયમો મુજબ રૂ. ૫૦ હજારથી વધુના ઘરેણાં પર ટેકસ લાગી શકે
નવી દિલ્હી તા. ૩૦: કોઈ ખાસ પ્રસંગ લગ્ન કે તહેવાર નિમિતે સોનાનાં ઘરેણાં, સિકકા, બુલિયન કે ડિજિટલ ગોલ્ડ ગિફટ મળે તો તેના પર ટેકસ ભરવો પાડી શકે છે.
તહેવાર લગ્ન કે કોઈ ખાસ પ્રસંગે સોનાનાં ઘરેણાં, સિકકા, બુલિયન કે ડિજિટલ ગોલ્ડ ગિફટ મળે અને સોનાની કિંમત રૂ. ૫૦,૦૦૦થી વધુ હશે તો એ અન્ય સ્ત્રોતોમાંની આવક એટલે કે આવક અન્ય સ્ત્રોતોમાં સામેલ થાય છે. જેથી એના પર ટેકસ ચૂકવવાનો રહેશે.
ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ લગ્ન દરમિયાન મળેલી ગિફ્ટ્સ (જેમ કે સોનું, રોકડ વગેરે) પર કોઈ ટેક્સ લાગતો નથી. લગ્નના પ્રસંગે મળેલા ગિફ્ટ્સને ટેક્સ ફ્રી માનવામાં આવે છે, પરંતુ જો કોઈ અન્ય પ્રસંગે તમને ગિફ્ટ મળ્યું હોય અને તેનું મૂલ્ય રૂ. ૫૦,૦૦૦ કરતાં વધુ હોય, તો તેના પર ટેક્સ લાગશે. ખાસ વાત એ છે કે લગ્નના ગિફ્ટ માટે કોઈ મૂલ્ય મર્યાદા નથી તે સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હોય છે.
ટેક્સના નિયમો કહે છે કે ભલે લગ્નમાં મળેલા સોના પર તરત તો ટેક્સ ન લાગતો હોય, પરંતુ જ્યારે તમે આ સોનું વેચશો, ત્યારે વેચાણથી મળેલા નફા પર કેપિટલ ગેઇન ટેક્સ લાગશે. આ સંદર્ભે, જે દિવસ તે સોનું ગિફ્ટ મળ્યું હોય એ દિવસે બજાર ભાવને ખરીદીની કિંમત માનવામાં આવશે.
જો ભેટ મળેલુ સોનુ તમે ૩૬ મહિનાની અંદર વેચો છો, તો તે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનમાં આવે છે. આ નફો તમારી સામાન્ય આવકમાં ઉમેરવામાં આવે છે અને તમારા ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ ભરવો પડે છે. જો તમે સોનું ૩૬ મહિનાથી વધુ સમય બાદ વેચો છો, તો તે લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન તરીકે ગણાય છે. આવા નફા પર ૨૦ ટકા રેટે ટેક્સ લાગશે અને સાથે ઇન્ફ્લેશનના ધોરણે ઇન્ડેક્સેશનનો લાભ પણ મળશે. જો કે, લગ્નમાં મળેલા સોના પર સીધો ટેક્સ લાગતો નથી, પણ જ્યારે તેને વેચવામાં આવે, ત્યારે એ વર્ષની ઇન્કમ ટેક્સ રિટર્નમાં કેપિટલ ગેઇનનો ઉલ્લેખ કરવો જરૂરી છે. આ ગિફ્ટને તમારા એકસેપ્ટ ઈન્કમ વિભાગમાં દર્શાવી શકાય છે, જેથી ટેક્સ અધિકારીઓ સમજી શકે કે આ લગ્નમાં મળેલી ગિફ્ટ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial