Advertisement
Author: નોબત સમાચાર

ગાગા-ગુરગઢ ગુંસાઈજીની બેઠકમાં તા. ૧ જૂને આંબાનો મનોરથ યોજાશે

પૂ. કાલિન્દી વહુજી પધારીને વૈષ્ણવોને આશીર્વચન પાઠવશે

                                                                                                                                                                                                      

ભાટીયા તા. ૩૦:  સમસ્ત વૈષ્ણવો દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આંબા કેરીનો મનોરથ તા. ૧-૬-૨૫ને જેઠ સુદ છઠ્ઠના દિવસે ગાગા-ગુરગઢ ગુંસાઈજીની ૨૬મી બેઠકમાં યોજવામાં આવ્યો છે. આ મનોરથમાં પ.પૂ.ગો. ૧૦૮ શ્રી કાલિન્દી વહુજી શ્રી નટવર ગોપાલજી મહારાજશ્રી (દ્વારકા-બરડીયા-વેરાવળ-વડનગર-કંપાલવાળા) પધારશે અને વૈષ્ણવોને આશીર્વચન-બ્રહ્મસંબંધ સહિતનો લાભ આપશે.

મનોરથમાં રાસમંડળી, પ્રસાદી, જારીજી ચરણ સ્પર્શ, બ્રહ્મસંબંધ, વચનામૃતનો લાભ વૈષ્ણવોને મળી રહે તે માટેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

આ અંગેની વધુ માહિતી માટે બેઠકજીના મૂખ્યાજી કાનુભાઈ શર્મા (મો. ૯૫૩૭૮૪૦૫૦૦), દામોદરભાઈ દાવડા (મો. ૯૪૨૬૨૩૩૪૧૧), નટુભાઈ દત્તાણી (મો. ૯૪૨૬૪૩૩૩૩૮), નિલેશભાઈ કાનાણી (મો. ૯૪૨૬૨૬૦૧૭૧), મેહુલભાઈ સામાણી (મો. ૯૪૨૭૪૯૫૨૯૧), જગુભાઈ ગોકાણી (મો. ૯૪૨૬૪૪૨૦૨૬ ) પર સંપર્ક કરવો.

વૈષ્ણવોને ગાગા-ગુરગઢ બેઠકજી આવવા-જવા માટે ભાટીયા માધવજીભાઈ પાઉંની દુકાન પાસેથી વાહનની વ્યવસ્થા રાખવામા આવી છે. આથી બહોળી સંખ્યામાં વૈષ્ણવોને મનોરથનો લાભ લેવા સમસ્ત વૈષ્ણવો આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાગા-ગુરગઢ બન્ને ગામની વચ્ચે આવેલ વૈષ્ણવ સંપ્રદાયની ગુંસાઈજીની ર૬મી બેઠકમાં વર્ષોની પરંપરા અને નાગજીભાઈ ભટ્ટના ભાવનો આંબાનો મનોરથ આખા વિશ્વમાં આ એક જ બેઠકજીમાં દર વર્ષે જેઠ સુદ છઠ્ઠના દિવસે યોજવામાં આવે છે. જેમાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી  વૈષ્ણવો આ આંબા મનોરથના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh