Advertisement
Author: નોબત સમાચાર

બાલાચડી સૈનિક શાળામાં ઈન્ટરહાઉસ વોલીબોલ ચેમ્પિયનશીપ સ્પર્ધા યોજાઈ

કર્નલ શ્રેયશ મહેતાના હસ્તે ચેમ્પિયનશીપ ટ્રોફી એનાયત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડી દ્વારા તાજેતરમાં ઈન્ટર હાઉસ વોલીબોલ ચેમ્પિયનશિપ ૨૦૨૫-૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં પાંચ સિનિયર હાઉસ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં ટુર્નામેન્ટ લીગ કમ નોકઆઉટ ફોર્મેટમાં યોજાઈ હતી.

શિવાજી હાઉસ અને ગરૂડ હાઉસ વચ્ચે રમાયેલી અંતિમ લીગ મેચ એક રોમાંચક સ્પર્ધા સાબિત થઈ હતી, જ્યા શિવાજી હાઉસ ૨-૦થી સીધા સેટમાં વિજયી બન્યો હતો. બંને ટીમોના ઉત્સાહી અને પ્રશંસનીય પ્રદર્શન માટે મેચમાં પ્રેક્ષકો તરફથી ભારે તાળીઓ પાડી હતી.

શિવાજી હાઉસે સમગથ્ર ટુર્નામેન્ટ દરમિયાન સુસંગતતા અને શ્રેષ્ઠતા દર્શાવતા એકંદર ચેમ્પિયનશિપ ટાઈટલ જીત્યું. પ્રતાપ હાઉસના કેડેટ રૂદ્ર ચૌધરીને ચેમ્પિયનશિપનો શ્રેષ્ઠ ખેલાડીનો ખિતાબ એનાયત કરાયો હતો, જયારે ગરૂડ હાઉસના કેડેટ જયદેવને શ્રેષ્ઠ ઉભરતા ખેલાડી તરીકે ખિતાબ આપ્યો હતો.

ચેમ્પિયનશિપ ટ્રોફી મુખ્ય મહેમાન, સૈનિક સ્કૂલ બાલાચડીના પ્રિન્સિપાલ કર્નલ શ્રેયશ મહેતા દ્વારા રજૂ કરવામાં આવી હતી. તેમણે પોતાના સંબોધનમાં, તમામ વિજેતાઓ અને સહભાગીઓને તેમના સમર્પણ અને રમત ગમત માટે અભિનંદન આપ્યા. તેમણે કેડેટ્સના સર્વાંગી વિકાસમાં રમતગમતના મહત્ત્વ પર ભાર મૂકયો અને તેમને ઓછામાં ઓછી એક રમતમાં શ્રેષ્ઠતા મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રોત્સાહિત કર્યા. તેમણે સ્ટાફ અને કેડેટ્સ વચ્ચેની મૈત્રીપૂર્ણ વોલીબોલ મેચ દરમિયાન પ્રદર્શિત કરાયેલી મિત્રતા અને ભાવનાની પણ પ્રશંસા કરી. પ્રિન્સીપાલે આગામી ઓલ ઈન્ડિયા સૈનિક સ્કૂલ ગ્રુપ જી ટુર્નામેન્ટ માટે તમામ કેડેટ્સને શુભેચ્છાઓ પાઠવી. આ કાર્યક્રમ અધિકારીઓ, સ્ટાફ અને કેડેટ્સની હાજરીથી ભવ્ય બન્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh