Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની જી.જી. હોસ્પિટલના બાળવિભાગને મળ્યું કમળાના નિદાન માટે ૫.૧૯ લાખનું મશીન

બાળદર્દીઓને મોટી રાહતઃ સ્વૈચ્છિક સંસ્થાએ દાતાઓના સહયોગથી અર્પણ કરી સુવિધાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરની ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલ બાળ વિભાગ દ્વારા કમળાના નિદાન માટેના મશીન અંગે એક સંસ્થા સમક્ષ અપીલ કરી હતી.

તાજા જન્મેલા બાળકોની કમળા અંગેની તપાસ કરી સચોટ નિદાન માટે બીલ રૂ બીબી મીટરની જરૂરિયાત હતી. આથી જામનગરની એક સ્વૈચ્છિક સંસ્થાએ દાતાનો સહયોગ મેળવી રૂ.૫,૧૯,૨૦૦ના ખર્ચથી મશીનની ખરીદી કરી આ મશીન જી.જી. હોસ્પિટલના બાળરોગ વિભાગને સુપ્રત કર્યંર્ંુ છે.

અત્રે નોંધનીય છે કે, તાજા જન્મેલા બાળકને શરૂઆતમાં બે-ચાર દિવસમાં જ કમળાનો રોગ થતો હોય છે, આ રોગના નિદાન માટે ડોકટરે બાળકનું લોહી સેમ્પલ તરીકે લેબોરેટરીમાં મોકલવાનું થતું હોય છે.

જેમાં થોડો સમય નિદાનમાં જતો હોય છે. આ મશીન જી.જી. હોસ્પિટલના બાળરોગ વિભાગને મળવાથી હોસ્પિટલના ડોકટરો અહીં જ બાળકોનું નિદાન કરી શકશે. એટલે કે બાળકના લોહીનું સેમ્પલ મોકલવાની જરૂર રહેશે નહીં અને ઝડપી તથા સચોટ નિદાન થઈ શકશે.

સંસ્થા દ્વારા મશીનની સખાવતને આવકારતા હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. દીપક તિવારી, મેડિકલ કોલેજના ડીન ડો. નંદિનીબેન દેસાઈ, બાળરોગ વિભાગના વડા ડો. ભદ્રેશભાઈ વ્યાસ, ડો. સોનલબેન શાહ, ડો.મૌલીકભાઈ શાહએ દાતાનો આભાર માન્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh