Advertisement
Author: નોબત સમાચાર

વોર્ડ નં. ૧૪ મા સ્થાનિક કોર્પોરેટરો સાથે પ્રજાના પ્રશ્નો, રજૂઆતો, સૂચનો સાંભળ્યા

ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીનો લોકદરબારઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરના ૭૯-દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા પોતાના વિધાનસભા વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા માટેના 'જનતાની સેવા માટે જનતાના દરવાજે' શીર્ષક હેઠળનો પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો છે, અને જુદા જુદા વોર્ડમાં લોકોની વચ્ચે જઈને તેઓના પ્રશ્નોને વાચા આપવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. જેના ભાગરૂપે વોર્ડ નંબર ૧૪ મા તેઓ પ્રજાની વચ્ચે ઉપસ્થિત થયા હતાં, અને ત્યાંની જનતાના પ્રશ્નોને સાંભળીને તેઓને વાચા આપવા માટેના પ્રયાસ કર્યા છે.

વોર્ડ નંબર ૧૪ મા કોર્પોરેટર મનિષભાઈ કટારિયાની ઓફિસમાં લોકદરબાર યોજવામાં આવ્યો હતો. આ વેળાએ તેઓની સાથે વોર્ડ નંબર ૧૪ ના કોર્પોરેટર મનિષભાઈ કટારિયા, જીતેશભાઈ શિંગાળા, શારદાબેન વિંઝુડા અને લીલાબેન ભદ્રા વગેરે જોડાયા હતાં. ઉપરાંત વોર્ડ પ્રમુખ નાનજીભાઈ નાખવા, પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ ગજરા અને સુરેશભાઈ આલરિયા, ઉપરાંત વોર્ડના મહામંત્રી ભાવેશભાઈ વશિયર અને મોહનભાઈ ગઢવી તેમજ અન્ય કાર્યકર્તાઓની ટીમ પણ સાથે રહી હતી.

કાપડની બેગનું વિતરણ

વોર્ડ નં. ૧૪ મા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી જનતાની સેવામાં જનતાની વચ્ચે ઉપસ્થિત રહીને તેઓએ લોકોના પ્રશ્નો સાંભળ્યા પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લાસ્ટિક મુક્ત ભારતનો સંદેશો આપ્યો છે, તે સંદેશાને સાકાર કરવા માટે ધારાસભ્ય દ્વારા સર્વે જનતાને પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા જણાવીને ઉપસ્થિત તમામ નાગરિકોને કાપડની બેગનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh