Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોલેજિયમે ત્રણ દિવસ પહેલા જ મોકલી હતી ભલામણઃ
નવી દિલ્હી તા. ૩૦: સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસે ગુજરાતના જસ્ટિસ નિલય અંજારિયા સહિત ૩ જજને સુપ્રિમ કોર્ટના જજ તરીકે શપથ લેવડાવ્યા છે.
કચ્છના વતની, ગુજરાત હાઇકોર્ટના તત્કાલીન જજ અને હાલ કર્ણાટક હાઇકોર્ટના ચીફ જસ્ટિસ નિલય વી. અંજારિયાને રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ આજે સુપ્રિમ કોર્ટના જજ તરીકે નિયુકિત કરવા સત્તાવાર બહાલી આપી દીધી છે. ગુવાહાટી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિજય બિશ્નોઇ અને બોમ્બે હાઇકોર્ટના જસ્ટિસ એ.એસ. ચંદુકરને પણ સુપ્રિમ કોર્ટના જજ તરીકે બહાલી મળી છે.
સીજેઆઈએ ગુજરાતના જસ્ટિસ નિલય અંજારિયા સહિત ૩ જજોને સુપ્રિમ કોર્ટના જજ તરીકે શપથ અપાવ્યા હતા. ગુજરાતના વધુ એક જજની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક સાથે રાજ્ય ન્યાયતંત્રમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
સુપ્રિમ કોર્ટ કોલેજિયમ દ્વારા હજુ ત્રણ દિવસ પહેલા જ આ ત્રણેય જસ્ટિસના નામની ભલામણ કરાઈ હતી. જેની પર કેન્દ્રીય કાયદા મંત્રાલય અને સરકાર દ્વારા પુખ્ત વિચારણા પછી આખરે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ આજે સત્તાવાર મંજૂરી આપી હતી.
સુપ્રિમ કોર્ટ કોલેજીયમે જે પાંચ હાઇકોર્ટના જજોને જુદી જુદી હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે નિયુકત કરવાની જે ભલામણ કરી હતી, તેમાં ગુજરાતના વતની અને ગુજરાત હાઇકોર્ટના તત્કાલીન જજ અને હાલ પટણા હાઇકોર્ટના જજ વિપુલ મનુભાઇ પંચોલીને પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવાની ભલામણ કરાઇ હતી.
સુપ્રીમ કોર્ટને હવે નવા ત્રણ જજ મળતાં સુપ્રિમ કોર્ટમાં જજોની કુલ સંખ્યા ૩૪નું થશે. જસ્ટિસ નિલય વી. અંજારિયા મૂળ કચ્છના માંડવીના વતની છે, તેમના દાદા સુબોધભાઇ અંજારિયા અને પિતા વિપીનભાઇ અંજારિયા પણ માંડવી કોર્ટમાં સિનિયર એડવોકેટ હતા.
જસ્ટિસ એન.વી. અંજારિયાનો જન્મ તા. ૨૩ માર્ચ ૧૯૬૫ માં અમદાવાદમાં થયો હતો. તેમણે કાયદાનો અભ્યાસ કરી ૧૯૮૮ થી ગુજરાત હાઈકોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ શરૂ કરી હતી. તેમણે ૧૯૮૯ માં કાયદામાં માસ્ટર્સ કર્યું હતું. વર્ષ ૨૦૧૧માં તેઓ ગુજરાત હાઈકોર્ટના એડિશનલ જજ અને ૨૦૧૩માં કાયમી જજ બન્યા હતા. તા.૨૧/૧૧/ ૨૦૧૧થી ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી તેઓ ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ તરીકે કાર્યરત રહૃાા હતા અને તા.૨૫/૦૨/૨૦૨૪ના તેઓ કર્ણાટક હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્તિ પામ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial