Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્રામપંચાયતોની ૨૨ જુનની ચૂંટણી સંદર્ભે
ખંભાળિયા તા. ૩૦: ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/ મધ્યસત્ર/ પેટા ચૂંટણીઓ-૨૦૨૫ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાનના દિવસે કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ અંતર્ગત તા.૨૨/૦૬/ ૨૦૨૫ના મતદાન યોજાનાર છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આ ચૂંટણી યોજવા અંગેની જાહેરાત તા.૨૮/૦૫/ ૨૦૨૫ ના કરવામાં આવેલી છે. આ તારીખથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણી યોજાનાર ગ્રામ પંચાયત વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલી છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકાને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા -૨૦૨૩ની કલમ-૧૬૩થી મળેલ સત્તાની રૂએ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે ગામોમાં ચૂંટણી યોજાનાર છે તે ગ્રામ પંચાયત વિસ્તારમાં મતદાન દિવસ એટલે કે તા.૨૨/૦૬/ ૨૦૨૫ના મુકરર થયેલ મતદાન મથકના ૨૦૦ મીટરના વિસ્તારમાં ચૂંટણીપ્રચાર વગેરે સંબંધી બુથ ઉભા કરી શકાશે નહી. ચૂંટણી એજન્ટ અથવા પક્ષના/ઉમેદવારના કાર્યકર મતદાન મથકથી ૨૦૦ મીટરની બહાર મતદારોને મતદાર કાપલીના વિતરણ માટે ટેબલ અને ખુરશી રાખી શકશે.
મતદાનના દિવસે મતદાન મથકની ૧૦૦ મીટરના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી શકાશે નહી. સબંધી પત્રિકાઓનું વિતરણ થઈ શકશે નહી તેમજ ચૂંટણી પ્રતિકો દર્શાવી શકાશે નહી. મતદાન કરવા જતાં મતદારને ડર કે ભય ઉભો થાય તેવું કોઈ કૃત્ય કરી શકાશે નહી.
મતદારને કોઈ ઉમેદવારની તરફેણમાં કે વિરૂદ્ધમાં મતદાન કરવા કે મતદાન ન કરવા દબાણ કરી શકાશે નહી, દોરવી શકાશે નહી કે કોઈપણ પ્રકારનું પ્રલોભન આપી શકાશે નહી. મતદાનના દિવસે ઉમેદવારના મંજુરીવાળા ચૂંટણી સબંધી વાહનોને પણ મતદાન મથકવાળા બિલ્ડીંગમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ રહેશે. કોઈપણ વ્યકિત મતદાન મથક તેમજ તેની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં સેલ્યુલર ફોન કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશા વ્યવહારના અન્ય કોઈ પણ ઉપકરણો સાથે મતદાન દિવસ તા.૨૨/૦૬/ ૨૦૨૫ ના સવારનાં ૭ થી સાંજના ૬ વાગ્યા સુધી (મતદાનના સમગ્ર સમય દરમ્યાન) પ્રવેશ કે તેનો ઉપયોગ કરી શકશે નહીં.
આ હુકમ ચૂંટણી તેમજ ચૂંટણીના સંચાલન અંગેની ફરજ પરના તમામ અધિકારી/કર્મચારીઓને તથા ચૂંટણી તેમજ ચૂંટણીના સંચાલન અંગેની ફરજ પરના તમામ પોલીસ/ એસઆરપી/ હોમગાર્ડ/પેરામીલેટ્રી ફોર્સના અધિકારી તથા જવાનોને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial