Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અપર એર સાઈકલોનિક સર્કયુલેશન સિસ્ટમ સક્રિય થવાથી
અમદાવાદ તા. ૩૦: રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શકયતા હવામાન વિભાગે જણાવી છે.
હવામાન વિભાગે આગામી ૭ દિવસને લઈને આગાહી કરી છે. રાજ્ય તરફ વરસાદ આપતી બે વરસાદી સિસ્ટમ, જેમાં વરસાદી ટ્રફલાઇન પસાર થતી હોવાથી અને અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે, જોકે રાજ્યમાં આજથી વરસાદની ગતિ ધીમી પડશે. ૩૦ મેથી લઈને આગામી ૫ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, ઉપરાંત નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠામાં છૂટાછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
ગઈકાલે અમદાવાદમાં એક જ કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. મોડીરાત્રે ખાબકેલા ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયાં હતાં. પશ્ચિમ વિસ્તારમાં રાણીપ, જગતપુર અને ન્યૂ રાણીપ વિસ્તારમાં બે ઈંચ, જ્યારે ચાંદખેડા, મોટેરા, સાબરમતી, વાડજ, ગોતા, ઇન્કમટેકસ સહિતના વિસ્તારોમાં પોણાબે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. પૂર્વ વિસ્તારમાં પણ નરોડા, બાપુનગર રખિયાલ ગોમતીપુર સહિતના વિસ્તારોમાં પણ એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.
અમદાવાદ ઉપરાંત ભાવનગર, પાલનપુર, પાટણ, સિદ્ધપુર, મહીસાગર, ગાંધીનગર, પંચમહાલ જિલ્લાના ગોધરામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેથી અનેક વિસ્તારમાં પાણી ભરાવાની પણ સમસ્યા સામે આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial