Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહિલા તથા તેના પુત્ર પર ચાર શખ્સનો હુમલોઃ
જામનગર તા. ૩૦: જામનગરમાં ક્રિષ્ના પાર્કમાં બિલાડીના બચ્ચા મુદ્દે એક યુવાનને ત્રણ શખ્સે માર માર્યાે હતો. હર્ષદ મીલની ચાલી પાસે એક મહિલા તથા તેમના પુત્રને ચાર શખ્સે માર મારી બીજે રહેવા જવાનું કહી ધમકી આપી હતી.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.પ૮ માં રહેતા વિવેક ભરતભાઈ નંદા નામના યુવાન ગઈકાલે સાંજે પોતાના મિત્ર મયુર સોલંકીના રણજીતસાગર રોડ પર આવેલા ક્રિષ્ના પાર્ક સ્થિત મકાને હતા ત્યારે યુનીસ ગામેતી નામના શખ્સના બાળકો ત્યાં બિલાડીના બચ્ચા લેવા માટે આવ્યા હતા.
આ બાળકોને વિવેકે બચ્ચા લેવાની ના પાડતા યુનીસના પત્ની સાથે બોલાચાલી થઈ હતી. તે બાબતનો ખાર રાખી દોડી આવેલા અકરમ બ્લોચે ફડાકો ઝીંકી વિવેકને પછાડી દીધો હતો અને યુનીસે ઢીકાપાટુનો માર માર્યાે હતો. ત્યાંથી દોટ મૂકી વિવેક નાસવા માંડતા મનસુખ નામના શખ્સે તેને પકડી માર માર્યાે હતો. યુનીસે આ લતામાં આવતો નહીં તેમ કહી ધમકી આપી હતી. સિટી એ ડિવિઝનમાં ત્રણેય શખ્સ સામે વિવેક નંદાએ ફરિયાદ નોંધાવી છે.
જામનગરના રણજીત સાગર રોડ પર હર્ષદ મીલની ચાલી પાસે ધનપુરવા સોસાયટીની શેરી નં.રમાં રહેતા ગીતાબેન રાજુભાઈ ટોલાણી નામના મહિલા ત્યાં જ રહેતા સુમિતના માતા તથા કાકી વિશે વાત કરતા હતા. આ બાબતે સુમિત તેમના ઘરે આવ્યો હતો. જ્યાં તેણે નિરજ વિશે પૂછ્યા પછી ગીતાબેને જે કામ હોય તે દુકાને પતાવવાનું કહેતા સુમિત ચાલ્યો ગયો હતો.
આ શખ્સના ઘેર ગયેલા ગીતાબેનને વાતચીત દરમિયાન રામુભાઈએ ફડાકો માર્યાે હતો અને વિનોદે ધક્કો મારી પછાડી દીધા હતા. નારૂભાઈએ લાત ફટકારી હતી. આ વેળાએ નિરજ છોડાવવા વચ્ચે પડતા તેને પણ સુમિત, રામુ અને નારૂભાઈએ માર માર્યા પછી કાલ સુધીમાં બીજે રહેવા જતા રહેજો તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગીતાબેને ચારેય સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial