Advertisement
Author: નોબત સમાચાર

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં યોજાઈ વિશાળ બાઈક રેલી-આવેદન

ખંભાળિયાઃ હિન્દુ અસ્મિતા મંચ દ્વારા

ખંભાળિયા તા. ૭: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચારનો વિરોધ કરવામાં હિન્દુ અસ્મિતા મંચ દ્વારા ખંભાળિયા- કલ્યાણપુરના હિન્દુઓના સમૂહ સાથે વિશાળ બાઈક રેલી ખંભાળિયા- જોધપુર ગેઈટથી નીકળી હતી. નગર ગેઈટ, મિલન ચાર રસ્તા, જડેશ્વર રોડ, રેલવે સ્ટેશન રોડ થઈને જામનગર રોડ પર થઈને દ્વારકા જિલ્લા કલેકટર ઓફિસે પહોંચ્યા હતાં. અધિક નિવાસી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચારોને રોકવા, હિંસા, હત્યાઓ, કનડગત અને મંદિરો પર તોડફોડ હુમલા અંગે તાકીદે યોગ્ય કરવાની માંગણી કરવામાં આવી હતી.

ખંભાળિયામાં હિન્દુ અસ્મિતા મંચ તથા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા કરાયેલી અપીલના સમર્થનમાં વિવિધ હિન્દુ જ્ઞાતિજનો વેપારીઓ તથા કાર્યકરો વિશાળ સંખ્યામાં બાઈકોમાં વિરોધ પ્રદર્શનના બોર્ડ સાથે જોડાયા હતાં. નગર ગેઈટ ચોક તથા જોધપુર ગેઈટ ચોકમાં અસ્મિતા મંચના આગેવાનો દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચારની માહિતી આપવામાં આવી હતી.

વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, મહિલા સંગઠનો ભાજપના હોદેદારો મોટી સંખ્યામાં જોડાયા હતાં. પ્રવિણસિંહ કંચવા, મેસુરભાઈ રાવલીયા, પાલિકા કારોબારી ચેરમેન રેખાબેન ખેતિયા, અશોકભાઈ કાનાણી, બલુભાઈ ગઢવી, નિકુંજભાઈ રાડીયા વગેરે જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh