Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બ્લડ ડોનેશન કેમ્પ તથા સેવા સન્માન ડાયરો
જામનગર તા. ૭: જામનગરમાં વિધાતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વડીલ વંદનાધામ- વિધાતા વૃદ્ધાશ્રમ તથા વિધાતા વિતરણ કેન્દ્રના સેવા પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે. વૃદ્ધાશ્રમ અને વિતરણ કેન્દ્રના ભૂમિ પૂજનનો કાર્યક્રમ તા. ૧૨-૧૨ ને ગુરૂવારે પ્રજાપતિ સમાજની વાડી, મયુરનગર જામનગરમાં યોજાશે.
ભૂમિપૂજનનાં ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ તથા સેવા સન્માન ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૨-૧૧ ને ગુરૂવારે સવારે ૯ કલાકે ભૂમિપૂજન તથા બ્લડ ડોનેશન કેમ્પ, સેવા સન્માન ડાયરો સવારે ૧૦ કલાકે તથા ભોજન સમારંભ બપોરે ૧૨ કલાકે યોજાશે.
કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો રીવાબા જાડેજા તથા દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુર્યા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
ભાગવત કથાકાર શાસ્ત્રી દિપકભાઈ જાની, ભાજપ અગ્રણી ભીખુભાઈ બાવરીયા, ભાજપ મિડીયા કન્વીનર ભાર્ગવભાઈ ઠાકર, આઈ.સી. ન્યુઝના બ્યુરોચીફ પ્રદિપસિંહ રાઠોડ, પ્રતિકભાઈ પટેલ ઉપરાંત દિલીપભાઈ થવાણી, રાજુભાઈ, ગાયક કેશવ બારોટ, ભજનિક કિશોરભાઈ રાઠોડ વગેરેના સૌજન્યથી યોજાનારા કાર્યક્રમમાં ભામાશાઓને દાનની અપીલ કરવામાં આવી છે.
ટ્રસ્ટને સેવાકાર્ય હેતુ આજીવન નિઃશૂલ્ક વપરાશ માટે જમીનની સેવા લલિતાબેન માધાભાઈ બારોટ તથા માધાભાઈ જીવણભાઈ બારોટ દ્વારા આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial