Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૭: જામનગરના હાપાના શ્રી જલારામ મંદિરે જલારામ સેવા ટ્રસ્ટ તથા શ્રી પ્રભુદાસ ખીમજી કોટેચા અન્ન્ ક્ષેત્ર હોલના ઉપક્રમે આંખના રોગોના દર્દીઓનો કેમ્પ યોજાયો હતો.
કેમ્પમાં ડો. જાની તથા શ્રી રણછોડદાસબાપુ આશ્રમ (રાજકોટ) ની ટીમ દ્વારા ૬૦ દર્દીઓને તપાસવામાં આવ્યા હતાં. મોતિયાના ઓપરેશનની જરૂરિયાતવાળા ર૩ દર્દીને શ્રી રણછોડદાસ બાપુ હોસ્પિટલ (રાજકોટ) લઈ જવાયા હતાં.
સમગ્ર સેવાકાર્યને સફળ બનાવવા જલારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ દત્તાણી, સુનિલભાઈ તન્ના, કમલેશભાઈ વસાણી, બશીરભાઈ, અલ્પાબેન વસોયા, ઝલકબેન વગેરે દ્વારા જહેમત ઊઠાવવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial