Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનું પગલું
જામનગર તા. ૭: જામનગરના દરેડમાં શિક્ષણ અને તાલીમ ભવનમાં પુસ્તકો પલળી જવાના કેસમાં બીઆરસી કો-ઓર્ડિનેટરને તેમની બેડી કન્યા શાળામાં મૂળ જગ્યાએ મૂકી દેવામાં આવ્યા છે. આ મુદ્દો ઘણાં લાંબા સમયથી ચર્ચામાં છે.
જામનગર નજીકના દરેડ સ્થિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં ગત્ ઓગસ્ટ માસ દરમિયાન થયેલા ભારે વરસાદથી કિંમતી પુસ્તકનો જથ્થો પલળી જવા પામ્યો હતો. આ પુસ્તકો ગરીબ વિદ્યાર્થીઓને વિતરણ કરવાના હતાં, પરંતુ જવાબદાર અધિકારીની બેદરકારીના કારણે પુસ્તકો વિતરણ કરાયા ન હતાં. એ પછી વરસાદ આવ્યો અને કિંમતી પુસ્તકો પલળી ગયા હતાં.
આ મુદ્દે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. તાજેતરમાં યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું અને જો પગલાં લેવામાં નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચિમકી આપી હતી. આખરે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિપુલ મહેતાએ બીઆરસી ભવનના કો-ઓર્ડિનેટર પ્રજ્ઞાબેન લીંબડની પ્રતિ નિયુક્તિ રદ કરવામાં આવી છે, અને તેમને મૂળ જગ્યાએ એટલે કે બેડીની કન્યા શાળામાં શિક્ષક તરીકે મૂકવામાં આવ્યા છે.
જ્યારે બીઆરસી ભવન દરેડમાં તેમના સ્થાને ધુંવાવથી ભટ્ટભાઈને મૂકવામાં આવ્યા છે. આમ ત્રણેક માસથી ગાજી રહેલા પુસ્તક પ્રકરણ સમાપ્ત થયું છે. અન્ય પુસ્તકનો જથ્થો પણ સરકારમાંથી અગાઉ જ આવી ચૂક્યો હતો અને પુસ્તકોનું વિતરણ પણ થઈ ચૂક્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial