Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓશવાળ કોલોનીમાં ત્રણ શખ્સે બે વ્યક્તિ પર લાકડી વીંઝી
જામનગર તા. ૭: જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી એક સોસાયટીમાં અગાઉની માથાકૂટનો ખાર રાખી એક યુવાનને શોધવા આવેલા ત્રણ શખ્સે તે યુવાનના પત્નીને ગાળો ભાંડી પેટમાં લાત મારી હતી. જ્યારે ઓશવાળ કોલોનીમાં બે યુવાનને ત્રણ શખ્સે લાકડીથી ફટકાર્યા હતા.
જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી સનસિટી સોસાયટી નજીકની રાજ સોસાયટીમાં રહેતા મહેઝબીન સદામભાઈ તાયાણી નામના મહિલા ગુરૂવારની રાત્રે પોતાના ઘરે હતા ત્યારે મસીતીયા ગામનો આદમ વીંછી તથા મામદ ઉર્ફે માનબાપુ, બોદુભાઈ નામના ત્રણ શખ્સ આવ્યા હતા.
આ શખ્સોએ તારો પતિ સદામ ક્યા છે તેમ કહી બોલાચાલી કર્યા પછી ઝઘડો કરી મેહઝબીનબાનુને લાત મારી ગાળો ભાંડી હતી. અગાઉ સદામ તથા આ શખ્સો વચ્ચે ઝઘડો થયો હતો. તેનો ખાર રાખી સદામને તેઓ શોધવા આવ્યા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
જામનગરના નાગનાથ નાકા વિસ્તારમાં કુંભારવાડામાં રહેતા અને ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા જીતેન્દ્રભાઈ મોહનભાઈ ભટ્ટી બુધવારે સવારે ઓશવાળ કોલોની શેરી નં.પમાં પોતાના મિત્ર આરીફ સાથે મોટર ઘરમાંથી બહાર કાઢી રહ્યા હતા.
આ વેળાએ બાજુમાં જ રહેતા ચિરાગ અશોકભાઈ ડોડીયા, દીપ અશોકભાઈ, આશિષ અશોકભાઈ નામના શખ્સોએ ત્યાં ગાયો એકઠી કરી ચારો નીરતા જીતેન્દ્રભાઈએ તેમ ન કરવાનું કહ્યું હતું. અગાઉ તેમના શેઠ અને ચિરાગ વચ્ચે મકાનના બાંધકામ બાબતે ઝઘડો થયો હતો અને તેમાં જીતેન્દ્રભાઈએ ગાયો માટે કહેતા ચિરાગ, દીપ તથા આશિષે ગાળો ભાંડી લાકડીઓ વડે હુમલો કરી જીતેન્દ્રભાઈ તથા આરીફને માર માર્યાે હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial