Advertisement
Author: નોબત સમાચાર

ફોર વ્હીલ વાહન પર બ્લેક કે ડાર્ક ફિલ્મ/પડદાં લગાવવા પર પ્રતિબંધ

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું:

ખંભાળિયા તા. ૭:  દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિસ્તારમાં ગંભીર પ્રકારના ગુન્હાઓ આચરીને પોતાની ઓળખ છુપાવવા માટે ગુનેગારો ફોર વ્હીલ વાહનો કે જેના કાચ ઉપર ફિલ્મ કે પડદા લગાવેલા હોય તેમા બેસીને નાસી જવા ન પામે તે માટે, જાહેર શાંતિ અને સલામતિ જાળવવા તેમજ સુપ્રીમ કોર્ટ દ્વારા મુકાયેલ પ્રતિબંધને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે, જે અનુસાર સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફોર વ્હીલ વાહનોમાં આગળના, પાછળના, અને સાઇડના ઓરીજીનલ વિન્ડ સ્ક્રીન ઉપર કોઇ પણ પ્રકારની ફીલ્મ કે બીજું કોઇપણ પ્રકારનું મટીરીયલ કે પડદા લગાવવા ઉપર તેમજ વાહન પર લગાવવાની આવી ફિલ્મના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે, આ આદેશો તા.૨૯/૦૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh