Advertisement
Author: નોબત સમાચાર

પ્રદર્શન ગ્રાઉન્ડમાં હંગામી બસ ડેપો માટેની કામગીરી શરૂ

વર્તમાન બસ ડેપો સ્થળે અદ્યતન બસપોર્ટ બનશે

જામનગર તા. ૭: જામનગરના જર્જરિત એસ.ટી. ડેપોના સ્થળે અદ્યતન બસપોર્ટ બનાવવામાં આવનાર છે. આથી પ્રદર્શન ગ્રાઉન્ડમાં હંગામી બસ ડેપોનું સંચાલન કરવામાં આવનાર હોવાથી પ્રાથમિક કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

જામનગરમાં હૈયાત બસ ડેપો વર્ષો જુનો હોવાથી હાલ જર્જરિત હાલતમાં છે. અને ત્યાં અદ્યતન બસપોર્ટનું નિર્માણ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. થોડા સમય પહેલા એ હંગામી એસ.ટી. ડેપો માટે પ્રદર્શન ગ્રાઉન્ડની જિલ્લા કલેકટર દ્વારા ફાળવણી કરવામાં આવી હતી.

આથી ગઈકાલથી પ્રદર્શન મેદાનમાં હંગામી બસ ડેપોના નિર્માણ માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. લગભગ બે વર્ષ માટે બસનું સંચાલન પ્રદર્શન મેદાનથી થશે.

હંગામી સ્ટ્રકચર ઉભુ થઈ ગયા પછી બસ ડેપોને અહિં ખસેડવામાં આવશે. અને હૈયાત બસ ડેપોનાં બાંધકામને તોડી પાડી ત્યાં નવા બાંધકામનો પ્રારંભ થશે.

અને ઉલ્લેખનીય છેકે, પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળો થાય છે. જે હવે આગામી વર્ષે અન્ય સ્થળે યોજાશે.

ઉપરાંત નવરાત્રિ, ફટાકડા બજાર સહિતના અનેકવિધ કાર્યક્રમો પણ પ્રદર્શન મેદાનમાં યોજાતા હોય છે. તે પણ બે વર્ષ માટે યોજાશે નહીં.

આમ જામનગરના લોકોને બે વર્ષ પછી અદ્યતન એસ.ટી. ડેપોની સુવિધા પ્રાપ્ત થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh