Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૭: કલ્યાણપુરના દેવરીયા ગામમાં ગુરૂવારે રાત્રે નોટબુક લેવા જઈ રહેલા એક વિદ્યાર્થી તથા તેના મિત્રને મોબાઈલની લાઈટ ચાલુ કેમ કરી તેમ કહી બે શખ્સે ધોકાવ્યા હતા અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના દેવરીયા ગામના ગિરીશ લખુભાઈ વેગડા નામના વિદ્યાર્થી તથા પ્રવીણભાઈ મનાભાઈ વેગડા ગુરૂવારે રાત્રે નોટબુક લેવા માટે ઘરેથી નીકળ્યા હતા.
તેઓ જ્યારે ગામમાંથી જતા હતા ત્યારે એક દુકાનના ઓટલે બેસેલા કાના દેવશી ભાટુ, હેમત મારખીભાઈ આંબલીયા નામના બે શખ્સે મોબાઈલની લાઈટ ચાલુ કેમ કરી તેમ કહી ગાળો ભાંડ્યા પછી ઢીકાપાટુથી માર માર્યાની તથા જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial