Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'વોશીંગ મશીન'ની કમાલ
મુંબઈ તા. ૭: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અજિત પવારને મોટી રાહત મળી છે. ર૦ર૧ ના બેનામી કેસમાં આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલી તેની તમામ મિલકતો શુક્રવારે ક્લીયર કરી દેવામાં આવી હતી. વાસ્તવમાં પવારને દિલ્હીમાં બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન એપેલેટ ટ્રિબ્યુનલ દ્વારા રાહત આપવામાં આવી છે. ટ્રિબ્યુનલે તેમની અને તેમના પરિવાર વિરૂદ્ધ બેનામી સંપત્તિની માલિકીના આરોપોને ફગાવી દીધા હતાં. નોંધનીય છે કે આ કેસ ૭ ઓક્ટોબર ર૦ર૧ નો છે, જ્યારે આવકવેરા વિભાગે ઘણી કંપનીઓ પર દરોડા પાડ્યા હતાં જેમાં કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હતાં જે કથિત રીતે અજિત પવાર અને તેમના પરિવાર સાથે બેનામી હેઠળની માલિકીની કેટલીક મિલકતોને લિંક કરે છે, જો કે ટ્રિબ્યુનલે આ દાવાઓને ફગાવી દીધા હતાં કે, આરોપીને સાબિત કરવા માટે પૂરતા પુરાવા નથી.
અજિત પવાર, તેમની પત્ની સુનેત્રા અને પુત્ર પાર્થ અજિત પવારનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ પ્રશાંત પાટીલે ટ્રબ્યુનલ સમક્ષ દલીલ કરી હતી કે તેઓએ કોઈ ગુનો કર્યો નથી. એડવવોકેટ પાટીલે ટ્રિબ્યુનલને સમજાવ્યું કે પવાર પરિવાર નિર્દોષ છે.
અત્રે નોંધનીય છે કે, ઓક્ટોબર ર૦ર૧ માં અધિકારીઓએ પ્રિવેન્શન ઓફ બેનામી પ્રોપર્ટી એક્ટ હેઠળ રૂા. ૧,૦૦૦ કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી હતી. આ કાર્યવાહીમાં મહારાષ્ટ્ર અને મુંબઈમાં અજિત પવાર સાથે સંકળાયેલા લોકોના રહેઠાણો અને ઓફિસની સર્ચ કરવામાં આવી હતી જેમાં તેમના સંબંધીઓ, બહેનો અને નજીકના સહયોગીઓનો સમાવેશ થાય છે, જો કે સૂત્રોએ જણાવ્યું હતું કે આમાંથી કોઈપણ મિલકત એનસીપી નેતાના નામે સીધી નોંધાયેલી નથી.
અટેચ કરેલી મિલકતોમાં મહારાષ્ટ્રના સતારામાં જરાન્દેશ્વર સુગર ફેક્ટરી, મુંબઈમાં એક સત્તાવાર સંકુલ, દિલ્હીમાં એક ફ્લેટ, ગોવામાં એક રિસોર્ટ અને મહારાષ્ટ્રમાં ર૭ અલગ-અલગ જગ્યાએ જમીનના ટૂકડાનો સમાવેશ થાય છે. તે જ વર્ષે આવકવેરા વિભાગે મુંબઈમાં બે રિયલ એસ્ટેટ બિઝનેસ જુથો અને અજિત પવારના સંબંધીઓ સાથે કથિત રીતે જોડાયેલી કેટલીક સંસ્થાઓ પર દરોડા પાડ્યા પછી રૂા. ૧૮૪ કરોડની બિનહિસાબી આવક શોધી કાઢી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial