Advertisement
Author: નોબત સમાચાર

કુખ્યાત શખ્સના ફાર્મહાઉસ પર બુલડોઝર ફેરવનાર એસપી તથા ટીમને બિરદાવાયા

જાહેર કાર્યક્રમમાં ગૃહમંત્રીએ પ્રશંસા કરીઃ

જામનગર તા. ૭: જામનગરના થાવરીયા ગામ પાસે એક શખ્સે સરકારી ખરાબામાં ખડકી દીધેલા ૧૧ વીઘાના ફાર્મ હાઉસ પર તાજેતરમાં પોલીસે બુલડોઝર ફેરવી દીધુ હતું. ગેંગરેપ સહિતના ભારે ગુન્હાઓમાં સંડોવાયેલા આ શખ્સના ફાર્મ હાઉસને નેસ્તનાબૂદ કરાતા રાજ્યના ગૃહમંત્રીએ જામનગર એસપી તથા પોલીસ ટીમને બિરદાવ્યા છે.

જામનગર-કાલાવડ રોડ પર આવેલા થાવરીયા ગામમાં હુસેન ગુલામ શેખ નામના શખ્સ દ્વારા સરકારી જમીનમાં ૧૧ વીઘા પર કબજો કરી લઈ ફાર્મ હાઉસ ઉભુ કરી લેવાયું હતું.

અશદ ફાર્મથી ઓળખાતી આ જગ્યામાં જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ પોલીસે ડિમોલિશન હાથ ધરી તે સરકારી જગ્યા ખાલી કરાવી છે. હુસેન ગુલામ શેખ સામે તાજેતરમાં જામનગર શહેર પોલીસ સ્ટેશનમાં ગેંગરેપનો એક ગુન્હો નોંધાયો હતો. તે ઉપરાંત અન્ય ગુન્હાઓમાં પણ આ શખ્સની સંડોવણી જે તે વખતે બહાર આવી હતી. તે પછી ગઈકાલે એક જાહેર કાર્યક્રમમાં રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જામનગર એસપી તથા પોલીસ ટીમને બિરદાવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh