Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડના કલ્યાપરમાં પ્રેમ પ્રકરણના મામલે બઘડાટીઃ
જામનગર તા. ૭: ભાણવડના કલ્યાણપર ગામના એક પ્રૌઢના ભાઈએ દોઢેક મહિના પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. તે બાબતનો ખાર રાખી ગુરૂવારે આ પ્રૌઢ પર ચાર શખ્સે લાકડી-પાઈપથી હુમલો કરી માર માર્યાે હતો. આઠેક જેટલા ફ્રેક્ચર થઈ જતાં આ પ્રૌઢને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ગુન્હો નોંધી આરોપીઓની હાથ ધરેલી શોધખોળમાં ચારેય આરોપી ઝડપાઈ ગયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કલ્યાણપર ગામમાં રહેતા ગોવિંદભાઈ કનુભાઈ ભારવાડીયા નામના પ્રૌઢે કાટકોલાના હમીર ભાયા કરમુર, વિનોદ ભાયા કરમુર, ભીખુ ખીમા કરમુર તથા રામદે ટપુભાઈ કરમુર સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવાયા મુજબ ગુરૂવારે સાંજે તેઓ પોતાના મોટરસાયકલ પર જતા હતા. ત્યારે તેમના જ ગામના હમીર ભાયા કરમુરે તેમની કારમાં આવીને તારા કુટુંબી કમલેશને એક યુવતીને નસાડી જવામાં તે કેમ મદદ કરી હતી તેમ કહી તને મારી નાખવો છે તેમ ઉચ્ચારી ધોકાથી હુમલો કર્યાે હતો. તે દરમિયાન ધસી આવેલા વિનોદ, ભીખુ અને રામદેેએ પાઈપથી હલ્લો કર્યાે હતો. ગોવિંદભાઈનો કૌટુંબિક કમલેશ દોઢેક મહિના પહેલા એક યુવતીને ભગાડી ગયો હતો તેેનું મનદુખ રાખી આ શખ્સોએ માર માર્યાે હતો.
હુમલામાં ઘવાયેલા ગોવિંદભાઈને ભાણવડની હોસ્પિટલમાં લઈ જવાયા પછી ખંભાળિયાની હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગર ખસેડાયા છે. હુમલામાં તેઓને હાથ-પગમાં આઠ ફ્રેક્ચર થઈ ગયા છે. પોલીસે બીએનએસની કલમ ૧૦૯ (૧), ૧૧૭ (ર), ૩૮૫, ૩૫૧ (૩) તથા જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી ભાણવડ પીઆઈ બ્રહ્મભટ્ટના માર્ગદર્શનમાં તપાસ હાથ ધર્યા પછી ગણતરીની કલાકોમાં ચારેય આરોપીને દબોચી લીધા છે. પીએસઆઈ કે.કે. મારૂ તથા સ્ટાફે આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial