Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સત્તાધીશો તથા ધર્માચાર્યોની ઉ૫સ્થિતિ વચ્ચે
જામનગર તા. ૭: શ્રી મોટી હવેલીના ગાદીપતિ પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી મહાકવિ પૂ. ૧૦૮ હરિરાયજી મહારાજના સુપૌત્ર તથા પૂ. ગો. વલ્લભરાયજી મહોદયના જયેષ્ઠ આત્મજ ચિ. પૂ. ગો. શ્રી રસાર્દ્રરાયજીના શુભવિવાહ પ્રસ્તાવ અ.સૌ.શ્રી નીલિમાબેટીજી તથા શ્રી ભૂપેશજી રેહીના સુપુત્રી સૌ.કા.ચિ. માલવિકાજી સાથે સંપન્ન થયા પછી જામનગરના આંગણે ભવ્ય સત્કાર સમારોહ યોજાયો હતો. શુભ વિવાહ પ્રસ્તાવના ઉપલક્ષમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. તેમજ ભારતના વિવિધ સ્થાનો પરથી પધારેલા આચાર્યોની હાજરીમાં વલ્લભકુલનો ભવ્ય શુભ વિવાહ પ્રસ્તાવ સંપન્ન થયો હતો. આ પાવન પ્રસંગે પધારેલા ગોસ્વામીશ્રીઓ દ્વારા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતાં.
શ્રીનાથદ્વારાથી શ્રીનાથજી મંદિરના પ.પૂ. શ્રી તિલકાયત વિશાલબાવા, કાશી થી પૂજ્ય પા. ગો. શ્રી શ્યામ મનોહરજી, બરોડા થી દ્વારકેશબાવા, ઇન્દોરથી કલ્યાણરાયજી, અમદાવાદથી રાજુબાવા, કાશીથી શ્યામ મનોહર લાલજી, જુનાગઢથી નવનીતલાલજી, જેતપુરથી બાલકૃષ્ણ લાલજી, કેશોદથી ઉત્સવરાયજી, જૂનાગઢથી શરદરાયજી, સહિત વલ્લભકુલના વૈષ્ણવાચાર્યોના આશીર્વાદ સાથે સત્કાર સમારંભ યોજાયો હતો.
આપણી ભારતીય સંસ્કૃતિની છાપ દર્શાવતું ભવ્ય ડેકોરેશન, ભવ્ય આતશબાજી સાથે વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં કાનગોપી રાસ, શાસ્ત્રીય સંગીત, શાસ્ત્રીય નૃત્ય કલા જેવી અનેક કૃતિઓ રજૂ કરાઈ હતી. આ અવસર પર દંપતીને સત્કારવા માટે જામનગરના સંતો મહંતો, રાજકીય નેતાઓ તેમજ આમંત્રિત મહેમાનો અને વૈષ્ણવો પધાર્યા હતા.
આ તકે સ્વામિનારાયણ મંદિરના મહંત ચતુર્ભુજદાસજી મહારાજ તેમજ ખીજડા મંદિરના લક્ષ્મણરાયજી મહારાજ પધાર્યા હતા. અને વર-વધુને આશીર્વાદ પાઠવ્યા હતા. તેમજ હાલારના સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, કલેકટર બી કે પંડ્યા, ડીડીઓ વિકલ્પ ભારદ્વાજ, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષો નિલેશભાઈ ઉદાણી, અશોકભાઈ નંદા, હસમુખભાઈ હિંડોચા, વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ભરતભાઈ મોદી, ભરતભાઈ ફલિયા, સંઘ પરિવારના સભ્યો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સત્કાર સમારંભમાં જામનગર શહેર જિલ્લા માંથી તેમજ બહારગામથી પણ આમંત્રિત મહેમાનો તેમજ બહોળી સંખ્યામાં વૈષ્ણવો પધાર્યા હતાં.
શુભવિવાહ સમિતિના પ્રમુખ જીતુભાઈ લાલ, ઉપપ્રમુખ કુરજીભાઈ મુંગરા, મનમોહનભાઈ સોની, સહખજાનચી દિનેશભાઈ મારફતિયા, સહ મંત્રી નલીનભાઇ રાજાણી, કારોબારી સભ્યો મિતેશભાઈ લાલ, વિપુલભાઈ કોટક, ચેતનભાઈ માધવાણી, દિનેશભાઈ રાબડીયા, અમુભાઈ કારિયા, મનસુખભાઈ રાબડીયા, જયેશભાઈ રૂપારેલિયા, તેમજ સમિતિના હોદેદારો, તેમજ કાર્યકરોએ ઉત્સાહ પૂર્વક આ શુભ વિવાહ પ્રસ્તાવમાં સેવા આપી હતી. સ્થાનિક તેમજ દેશ વિદેશથી પધારેલા વૈષ્ણવોએ પણ ખૂબ ઉમંગ અને ઉત્સાહથી ભાગ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial