Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'છોટીકાશી'માં શ્રી અન્નપૂર્ણા વ્રતનો શુભારંભ
'છોટીકાશી' કહેવાતા જામનગરમાં અન્નપૂર્ણા ચોકડી નજીક આવેલ શ્રી અન્નપૂર્ણા માતાજીના પ્રાચીન મંદિરે અન્નપૂર્ણા વ્રતના આરંભને પગલે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી રહી છે. માગશર સુદ છઠ્ઠથી આરંભ થતું ર્માં અન્નપૂર્ણાનું વ્રત ૨૧ દિવસ ચાલે છે. આ વ્રત કરનારાઓના ઘેર અન્નભંડાર સતત ભરેલા રહેતા હોવાની અને સમૃદ્ધિના આશીર્વાદ મળતા હોવાની માન્યતા છે. જેને પગલે મોટા પ્રમાણમાં મહિલાઓ આ વ્રત કરે છે. શહેરમાં આવેલ શ્રી અન્નપૂર્ણા માતાજીનું મંદિર સૈકાઓ પ્રાચીન હોય પેઢીઓથી શ્રદ્ધાળુઓની શ્રદ્ધાનું કેન્દ્ર છે. અહીં વ્રત દરમિયાન નિયમિત હજારો દર્શનાર્થીઓનું આગમન થાય છે. આ ઉપરાંત હવાઈ ચોક નજીક સત્યનારાણ મંદિર રોડ પાસે આવેલ શ્રી હજારેશ્વર મહાદેવ મંદિર સંકુલમાં પણ શ્રી અન્નપૂર્ણા માતાજીનું મંદિર આવેલ હોય ત્યાં પણ દર્શનાર્થીઓ ઉમટે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial