Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જાયવા પાસે ટેન્કર પાછળ ટકરાઈ પડતા નગરના પ્રૌઢનું સારવારમાં મૃત્યુઃ
જામનગર તા. ૭: દ્વારકા શહેરના આરંભડામાં રહેતા એક યુવાન ગઈકાલે દ્વારકા-નાગેશ્વર રોડ પરથી જતા હતા ત્યારે તેઓને અજાણ્યું વાહન ઠોકર મારીને નાસી ગયું હતું. ઘવાયેલા આ યુવાનનું ટૂંકી સારવારના અંતે મૃત્યુ નિપજ્યું છે. પોલીસે હિટ એન્ડ રનના આ બનાવ અંગે ગુન્હો નોંધી નાસી ગયેલા વાહનચાલકના સગડ દબાવ્યા છે. ધ્રોલના જાયવા ગામ પાસે સપ્તાહ પહેલા એક મોટર આગળ જતા ટેન્કરના ઠાઠામાં ટકરાઈ પડતા નગરના પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે કાલાવડમાં એક મહિલાને અકસ્માત નડ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરંભડા ગામમાં રહેતા જેઠાભાઈ બેચરભાઈ હાથીયા (ઉ.વ.૪૦) નામના યુવાન ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યે દ્વારકા-નાગેશ્વર રોડ પરથી જતા હતા ત્યારે પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલા એક અજાણ્યા વાહને ઠોકર મારી દીધી હતી. પછડાયેલા જેઠાભાઈને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી.
આ યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. તેમના પિતા બેચરભાઈ મુળાભાઈ હાથીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હિટ એન્ડ રનના આ બનાવના આરોપી વાહનચાલક ની શોધ શરૂ કરી છે.
જામનગરના કામદાર કોલોની વિસ્તારમાં રહેતા ભૂપેન્દ્રભાઈ નામના પ્રૌઢ ગઈ તા.ર૬ની બપોરે રાજકોટથી જામનગર આવવા માટે મોટરમાં રવાના થયા હતા. તેઓની મોટર ધ્રોલ નજીક જાયવા ગામના પાટીયા પાસે આગળ જતા આરજે-૨૭-જીઈ ૨૮૬૧ નંબરના ટેન્કરના ઠાઠામાં ટકરાઈ પડી હતી. આ અકસ્માતમાં ભૂપેન્દ્રભાઈનું સારવાર દરમિયાન જામનગર દવાખાને મૃત્યુ નિપજ્યું છે.
કાલાવડ શહેરમાં રહેતા અને હેલ્થ વર્કર તરીકે કામ કરતા દક્ષાબેન ભૂપેન્દ્રભાઈ વાણીયા નામના મહિલા ગઈકાલે સાંજે પાંચેક વાગ્યે કાલાવડના રાજકોટ રોડ પર આવેલી સેફરોન સ્કૂલ નજીકથી સ્કૂટર પર જતા હતા ત્યારે રાજકોટ જિલ્લાના કુવાડવામાં વાંકાનેર ચોકડી પાસે રહેતા રામ ભવાનભાઈ ચૌહાણ નામના વાહનચાલકે ઠોકર મારી દીધી હતી. આ અકસ્માતમાં ઈજા પામેલા દક્ષાબેને કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial