Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રાન્સફોર્મર પર ચઢ્યા પછી ખેડૂત પર કાળનો પંજોઃ
જામનગર તા. ૭: જામનગરના બાલંભડી ગામમાં એક વૃદ્ધા ગેસનું બટન બંધ કરતા ભૂલી ગયા પછી રસોડામાં પ્રસરેલા ગેસના કારણે ભડકો થયો હતો. તેની ઝાળે દાઝી ગયેલા આ વૃદ્ધાનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. ધ્રોલના નથુવડલામાં ખેતર પાસે ટ્રાન્સફોર્મર પર ચઢેલા એક ખેડૂતને વીજ આંચકો ભરખી ગયો છે. ઉપરાંત વાડીનારમાં બેશુદ્ધ હાલતમાં મળેલા યુવાનનું મૃત્યુ નિપજ્યું છે.
કાલાવડ તાલુકાના બાલંભડી ગામમાં રહેતા કેશરબેન કેશવજીભાઈ હીરપરા નામના પંચોતેર વર્ષના વૃદ્ધા ગઈ તા.ર૦ નવેમ્બરની રાત્રે ઘરકામ પૂર્ણ કર્યા પછી નિદ્રાધીન થયા હતા. બીજા દિવસની સવારે તેઓએ રસોડામાં જઈ દૂધ ગરમ કરવા માટે ગેસ ચાલુ કરતા જ આગ ભભૂકી હતી.
રાત્રિના સમયે આ વૃદ્ધા ગેસ બંધ કરતા ભૂલી ગયા હોવાથી સમગ્ર રાત્રિ દરમિયાન રસોડામાં ગેસ પ્રસર્યાે હતો અને સવારે તેઓએ લાઈટર પેટાવતા જ ભડકો થવાની સાથે આગની જ્વાળાઓ આ વૃદ્ધાને ઘેરી વળી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા કેશરબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેઓનું રાજકોટ દવાખાને મૃત્યુ નિપજ્યું છે. કાલાવડ શહેર પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
ધ્રોલ તાલુકાના નથુવડલા ગામના ખેડૂત દિલીપભાઈ અમરશીભાઈ કગથરા ગઈકાલે બપોરે પોતાના ખેતરે હતા ત્યારે વીજળી ચાલી જતાં દિલીપ ભાઈ બાજુમાં આવેલા ટ્રાન્સફોર્મર પર ચઢી ચેક કરતા હતા ત્યારે તેમાંથી વીજ આંચકો લાગતા દિલીપભાઈ દાઝી ગયા હતા. તેઓને સારવાર માટે ધ્રોલ દવાખાને લઈ જવાયા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. ધર્મેન્દ્રભાઈ કાનજીભાઈ કગથરાએ પોલીસને જાણ કરી છે.
ખંભાળિયા તાલુકાના વાડીનારમાં કેપીટી કોલોનીમાં રહેતા પ્રકાશભાઈ મંગાભાઈ સંજોટ નામના યુવાન દિનદયાળ પોર્ટમાં આવેલી સમર્પણ હોસ્પિટલમાં નોકરી કરવા ઉપરાંત તેના જ કવાર્ટરમાં રહેતા હતા. તેઓ ગયા મંગળવારે કવાર્ટરમાં ગયા પછી જોવા નહીં મળતા અન્ય સ્ટાફે કવાર્ટરનો દરવાજો ખખડાવ્યો હતો તેમ છતાં પ્રકાશભાઈએ દરવાજો નહીં ખોલતા આખરે રૂમનો દરવાજો તોડી પાડવામાં આવ્યો હતો. અંદરથી બેભાન જેવી હાલતમાં મળી આવેલા પ્રકાશભાઈને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. પોલીસે વિશાલ દેવજીભાઈ સંજોટનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial