Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં નો હોકીંગ ઝોનની અમલવારી કરો

બર્ધનચોક વેપારી એસોસિએશનની માંગણી

જામનગર તા. ૭: જામનગરમાં બર્ધનચોક, માંડવી ટાવર વિસ્તારમાં નો-હોકીંગ ઝોનની અમલવારી કરાવવા મ્યુનિ. કમિશનર સમક્ષ કરવામાં આવી છે.

બર્ધનચોક વેપારી એસોસિએશન દ્વારા મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું છે કે, વેપારીઓ દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આી છે કે માંડવી ટાવર, બર્ધનચોક વિસ્તારમાં નો હોકીંગ ઝોનની ચૂસ્ત અમલવારી કરવી, મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા અનેક વખત કામગીરી કરવામાં આવી છે, પરંતુ થોડા દિવસ અથવા થોડા કલાક પછી જ ત્યાં પુનઃ સ્થિતિ જોવા મળે છે.

નાટ્યસ્વરૂપે કરવામાં આવતી કામગીરીમાં જે રેંકડી પકડાય છે, અને પથારા-પૂતળા ઉપાડવામાં આવે છે. તેમાંથી અમુક લાગવગથી કોઈપણ કાર્યવાહી કર્યા વગર છોડી મૂકવામાં આવે છે. દંડનીય વસૂલાત પણ કરવામાં આવતી નથી જે તપાસનો વિષય છે.

તાજેતરમાં જી.જી. હોસ્પિટલ સામે તો ટ્રેક્ટર જ ઊભું રાખી દેવાયું હતું. તો આવી કામગીરી બર્ધનચોકમાં શા માટે નહીં?

આથી બર્ધનચોક વિસ્તારમાં નો હોકીંગ ઝોનની અમલવારી થાય તેવી તમામ વેપારીઓની માંગ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh