Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં લઘુતમ તાપમાન ૧૫.૫ ડિગ્રી

છેલ્લા ૨૪ કલાકમાં ઠંડીમાં આંશિક વધારોઃ

જામનગર તા. ૭: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ન્યૂનતમ તાપમાનનો પારો વધુ અડધા ડિગ્રી સુધી નીચે શરકીને ૧૫.૫ ડિગ્રીએ પહોંચી ગયો હતો. જેના પગલે ઠંડીમાં વધારો થયો હતો.

જામનગરમાં શનિવારે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન વધુ અડધા ડિગ્રીના ઘટાડા સાથે ન્યૂનતમ તાપમાન ૧૫.૫ ડિગ્રીએ પહોંચી ગયું હતું. છેલ્લા ૪૮ કલાકની વાત કરીએ તો તાપમાનમાં ૪.૩ ડિગ્રીનો ઘટાડો થયો છે. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે રાતથી લઈને વહેલી સવાર સુધી વધારે ઠંડી અનુભવાઈ રહી છે. શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તાર અને ધોરીમાર્ગો પર વધારે ઠંડી પડી રહી છે.

જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રીએ સ્થિર રહ્યું હતું. વાતાવરણમાં ભેજનુ પ્રમાણ ૨૪ ટકા વધીને ૮૪ ટકા રહ્યું હતું. પવનની ગતિ ઘટીને પ્રતિ કલાકની સરેરાશ ૧૦ થી ૧૫ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh