Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતમાં વ્યવસાય સરળ બનાવાનો હેતુઃ એક જ કાયદાના માધ્યમથી નાના-મોટા અપરાધોને અપરામુક્ત કરાશેઃ
નવી દિલ્હી તા. ૭: ગુજરાત સરકારે વેપાર અને ઉદ્યોગ અને અનુકૂળ હોય તેવી એક નીતિ અમલમાં મૂકવાની તૈયારી શરૂ કરી છે. કેન્દ્ર સરકારની જેમ ઉદ્યોગોને અનુકૂળ હોય તેવું વાતાવરણ ઊભું કરવા માટે અને ઉદ્યોગોને કનડતી જોગવાઈઓ દૂર કરવા માટે જનવિશ્વાસ બિલ ભાવનાની તૈયારી શરૂ કરી છે. આગામી દિવસાબેમાં મળનાર વિધાનસભાના બજેટ સત્રમાં આ બિલ લાવવામાં આવશે તેવું જાણવા મળે છે.
મુખ્ય સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે સૂચિત કાયદાનો ઉદ્દે એક જ કાયદાના માધ્યમ દ્વારા નાના ગુનાઓને અપરાધમુક્ત કરવાનો છે. વહીવટી કાર્યક્ષમતા વધારવા અને નાના અપરાધો બદલ ઉદ્યોગોને દંડ કરતી કલમોને દૂર કરીને ભય દૂર કરવાનો છે. સાથોસાથ વિવિધ વિભાગોને એવા નિયમો અને માર્ગદર્શિકાઓ જે વ્યવસાય કરવાની સરળતા વધારવા માટે દૂર કરી શકાય તે ઓળખવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. નાના અપરાધીઓની તપાસ કરવામાં આવી રહી છે. તેવા દાખાલઓ ટાંકીને અધિકારીઓએ જણાવ્યું કે, 'બોઈલર એક્ટની કેટલીક જોગવાઈઓ અપરાધમુક્ત કરવામાં આવશે. વધુમાં જ્યાં વીજળીના બાકી લેણા ચૂકવવામાં આવ્યા નથી અને જ્યાં ઉદ્યોગો ઔદ્યોગિક હેતુઓ માટે આપવામાં આવેલી જમીનનો ઉપયોગ કરવામાં નિષ્ફળ જાય છે તવા કિસ્સામાં દંડનીય કાર્યવાહી દૂર કરવમાં આવે તેવી શક્યતા છે.
સરકાર આગની દુર્ઘટના થતી કંપનીઓ સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરવાના ધોરણને દુર કરવા પણ વિચારી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, 'માલ્ટીનેશનલ કંપનીઓના ટોચના અધિકારીઓને ઔદ્યોગિક આગ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હોય તેવા કિસ્સઓ બન્યા છે, જ્યારે તે અધિકારીઓ દેશમાં પણ નથી.'
'સરકાર એ પણ જોઈ રહી છે કે ખાદ્ય સુરક્ષા અને પર્યાવરણ સુરક્ષા સાથે જોડાયેલા બિન-ગંભીર ગુનાઓ માટે કંઈ છૂટછાટ આપી શકાય. અન્ય ઉદાહરણોમાં ગુજરાત પ્રાંતીય મ્યુનિસિપલ કોર્પોરેશન્સ અધિનિયમ હેઠળ કેટલીક કડક દંડની જોગવાઈઓ નાના ગુનાઓ માટે હળવી થઈ શકે છે.'
'જન વિશ્વાસ અધિનિયમનો મુખ્ય ઉદ્દેશ્ય જુની જોગવાઈઓને દૂર કરવાનો છે જે હવે વિકસિત થઈ રહેલી તકનિકો અને વ્યવસાયિક માહોલને અનુકૂળ નથી. આ સુધારણા સરકાર અને નયાય તંત્ર બન્ને માટે સમય અને ખર્ચ બચાવશે અને વ્યવસાયો માટે વધુ અનુકૂળ વાતાવરણને પ્રોત્સાહન આપશે. બિનજરૂરી કાનૂની અવરોધો ઘટાડીને ઉદ્યોગસાહસિકો માટે અનુકૂળ વાતાવરણ ઊભું થશે તેમ અધિકૃત સૂત્રોએ જણાવ્યું હતું.'
ગુજરાતનો પ્રસ્તાવિત કાયદો વ્યાપકપણે કેન્દ્ર સરકારના જનવિશ્વાસ કાયદાની પેટર્નને અનુસરશે, જે ર૭ જુલાઈ, ર૦ર૩ ના લોકસભા અને ર ઓગસ્ટ, ર૦ર૩ ના રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવ્યા હતાં અને ૧૧ ઓગસ્ટ ર૦ર૩ ના રાષ્ટ્રપતિની સંમતિ પ્રાપ્ત થઈ હતી. કેન્દ્રિય અધિનિયમના હેતુ વ્યવસાયો અને નાગરિકોમાં વિશ્વાસને પ્રોત્સાહન આપવા, કાનૂની પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા અને ન્યાય તંત્ર પરના બોજને હળવો કરવાનો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial