Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉત્તરપ્રદેશના કન્નૌજમાં
નવી દિલ્હી તા. ૭: ઉત્તરપ્રદેશના કન્નૌજમાં એક માર્ગ દુર્ઘટનામાં આઠ લોકોના મૃત્યુ નિપજ્યા હતાં. આ દુર્ઘટના આગ્રા-લખનૌ એક્સપ્રેસવે પર ઔરૈયા બોર્ડર નજીક થઈ હતી. એક સ્લીપર બસ અને પાણીના ટેન્કરના ટક્કરના કારણે થયેલી દુર્ઘટનામાં ૧૯ લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે સૈફઈ મેડિકલ કોલેજ અને નિર્વા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. બસમાં કુલ ૪૦ લોકો સવાર હતાં. પોલીસે જણાવ્યુ કે મામલામાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટેન્કર સાથે ટક્કર પછી બસ સંપૂર્ણ રીતે પલટાઈ ગઈ હતી. પોલીસ અને સ્થાનિક લોકો ત્યાં દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મદદ કરી રહ્યા છે.
આ ઘટના પછી કન્નૌજ પોલીસે એક નિવેદન જારી કરી જણાવ્યું, 'સકરાવા વિસ્તારમાં એક ડબલ ડેકર બસે ડિવાઈડર પર છોડમાં પાણી નાખી રહેલા પાણીના ટેન્કરને પાછળથી ટક્કર મારી હતી. તાત્કાલિક પોલીસ, યુપીડા અને એમ્બ્યુલન્સની ટીમ દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. દુર્ઘટનામાં ૮ લોકોએ જીવ ગુમાવ્યા અને ૧૯ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમના પરિવારજનોને માહિતી આપવામાં આવી રહી છે.' કન્નૌજના પોલીસ અધિક્ષકે મીડિયાને જણાવ્યું કે આ બસ લખનૌથી દિલ્હી જઈ રહી હતી. દુર્ઘટનાની જાણકારી મળતા જ રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા અને અન્ય મુસાફરો માટે વૈકલ્પિક બસની વ્યવસ્થા કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial