Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૭: જામનગરની એસ.બી. શર્મા પબ્લિક સ્કૂલમાં ૧૨ દિવસીય એન્યુઅલ સ્પોર્ટસ મીટની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં કેજીથી ધો. ૧૨ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં વિવિધ રમત-ગમત સ્પર્ધા યોજાઈ હતી. મીટના સમાપનમાં વિજેતા બાળકોને મેડેલ એનાયત કરાયા હતાં.
એસ.બી. શર્મા વર્લ્ડ સ્કૂલનાં પ્રિન્સીપાલ ઉપાસના અવસ્થી ડાયરેકટર પ્રતિક શર્મા ઉપસ્થિત રહ્યા હતાં. આયોજન પ્રિન્સીપાલ ડો. પૂજા શર્માની આગેવાની હેઠળ સ્ટાફના રીના, બીજોલી રોય, અનિતા શર્મા, સુનીલ જોશી વગેરેએ જહેમત ઉઠાવી હતી.
સ્કૂલના વિદ્યાર્થીઓએ એસજીએફઆઈમાં પણ વિજેતા થઈ સિદ્ધિ મેળવી હતી. જેમાં અંડર-૧૪માં અમીત યાદવ (૬૬ એમ. રેસ) (પ્રથમ), સાહિલ નાયક (૮૦૦ મી. રેસ) દ્વિતીય), રીંકુ સીંઘ (લોન્ગ જમ્પ, ૨૦૦ એમ. રેસ) (પ્રથમ), અંડર-૧૭માં અંકિત ગુપ્તા (૮૦૦ મી. રેસ) (દ્વિતીય), આશિત સોની (જેવલીન પ્રો) (પ્રથમ), દિપાન્શુ શર્મા (હર્ડલ રેસ) (૪૦૦ મી. રેસ) (પ્રથમ), રૂપા ચંપા (૨૦૦ મી. રેસ) (પ્રથમ), આંકાશા (૪૦૦ મી. રેસ) (લોન્ગ જમ્પ) (પ્રથમ) વિજેતા થયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial