Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈમ્પેક્ટ ફીની ફાઈલ ક્લિયર કરવાનું કહ્યા પછી ઉશ્કેરાયોઃ
જામનગર તા. ૨૮ઃ જામનગર મહાનગરપાલિકામાં સિટી એન્જિનિયરની ઓફિસમાં મંગળવારે બપોરે ધસી ગયેલા એક નગરસેવિકાના પતિએ ઈમ્પેક્ટ ફીની ફાઈલ ક્લિયર કરી આપવાનું કહી એન્જિનિયરનો બોચો પકડી ગાળો ભાંડ્યા પછી દર મહિને રૂ.૧ લાખ આપવા પડશે તેમ કહી દાટી મારતા આખરે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે ગુન્હો નોંધી બનાવની તપાસ શરૂ કરી છે.
જામનગર મહાનગર પાલિકામાં સિટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ભાવેશ નટવરલાલ જાની (ઉ.વ.પ૦) મંગળવારે બપોરે દોઢેક વાગ્યે પોતાની ચેમ્બરમાં ફરજ પર હતા ત્યારે વોર્ડ નં.૭ના કોંગ્રેસના મહિલા નગરસેવિકા સમજુબેન પારીયાના પતિ દીપુ ઉર્ફે તેજસ વાલજીભાઈ પારીયા ધસી આવ્યા હતા.
નગરસેવિકાના પતિએ હાલમાં મારા પત્ની કોર્પોરેટર છે અને હું પણ પૂર્વ કોર્પોરેટર છું તેમ ઓળખ આપી ભાવેશ જાનીને જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નં.૭ની ઈમ્પેક્ટ ફીની ફાઈલ ક્લિયર કરી આપો તેમ કહી ધમાલ કરી હતી.
ત્યારપછી પૂર્વ નગરસેવક દીપુ પારીયાએ એન્જિનિયરનો બોચો પકડી લઈ ગાળો ભાંડ્યા પછી ધમકી આપતા ઉમેર્યું હતું કે, તાજેતરમાં જ એક એડવોકેટની હત્યા થઈ છે, તમારી પણ હત્યા કરાવી નાખીશ અને એટ્રોસિટીના કેસમાં ફસાવી દઈશ તેવી દાટી મારી દીપુ પારીયાએ સારી રીતે નોકરી કરવી હોય તો દર મહિને રૂ.૧ લાખ આપવા પડશે તમે પણ કહેતા ભાવેશ જાનીએ ગઈકાલે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
નગરસેવિકાના પતિ અને પૂર્વ નગરસેવક તેજસ ઉર્ફે દીપુ પારીયા સામે પોલીસે આઈપીસી ૩૩૨, ૩૮૭, ૫૦૪, ૫૦૬ (ર) હેઠળ ગુન્હો નોંધ્યો છે. આ પ્રકરણ મહાનગર પાલિકાના પટાંગણમાં ચર્ચાનો વિષય બન્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial