Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘી ડેમ ખાલી થાય તો જૂનમાં નર્મદાના નીર લેવા પડે તેમ છે
ખંભાળીયા તા. ર૮ઃ ખંભાળીયા શહેરને હાલ પાલિકા દ્વારા એકાંતરા પાણી વિતરણ કરવામાં આવે છે તે વ્યવસ્થા ચોમાસા સુધી સતત ચાલુ રહે તથા સમસ્યા ના સર્જાય તે માટે પાલિકા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસના માર્ગદર્શનમાં પા.પૂ.ઈજનેર એન.આર. નંદાણીયા તથા તેમની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરી છે.
ખંભાળીયામાં ૬૦ ટકા ઉપરાંતના વિસ્તારોમાં ધી ડેમ વોટર વર્કસમાંથી પાણી અપાય છે ત્યાં સીપેજ વોટરનો જથ્થો ખાલી થતાં હાલ ધી ડેમમાં પાણી ઉપાડવાનું શરૂ કરાયું છે. જ્યાં દોઢ-બે માસ સુધી પાણી પ્રાપ્ત થાય તેટલું ઉપલબ્ધ છે. જુન માસની શરૂઆતમાં ધી ડેમમાંથી પાણી ખલાસ થઈ જાય તો નર્મદા યોજનાનું પાણી ખંભાળીયા શહેરને મળે તે માટે માંગણીનું આયોજન પણ કરાયાનું પા.પૂ. ઈજનેર નંદાણીયાએ જણાવ્યું હતું.
ઉપરાંત ખંભાળીયા ઘી ડેમ નજીકના વિસ્તારોમાં પાલિકાના અગાઉના કરાયેલા બોર જેમાં ર૪ કલાક પાણી મળી રહે તે માટે જરૂર પડ્યે કામ આવે તે માટે તેની નજીક પાણી ઓછું થાય ત્યારે સાફ સફાઈ જરૂર પડ્યે નવા બોર કરાવવા તથા હાલની એકાંતરા પાણીની વ્યવસ્થા આગામી ચોમાસાના સમય સુધી ચાલુ રહે અને લોકોને પીવાના પાણીની કોઈ પરેશાની ના થાય તે માટે પાલિકા તંત્ર દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial