Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાપાલિકાના કર્મચારીની આત્મવિલોપનની ચિમકીઃ અટકાયત

મનપાના તંત્રે કરેલી બદલીના વિરોધમાં

જામનગર તા. ર૮ઃજામનગર મહાનગરપાલિકાના એક રોજમદાર કર્મચારીએ આત્મવિલોપનની ચિમકી આપતા પોલીસે તેની અટકાયત કરી હતી. જેનો ગઈકાલે છૂટકારો થયો હતો.

જામનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા રોજમદાર કર્મચારી કેતન મીયાત્રાએ મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી આત્મવિલોપન કરવાની ચિમકી આપી હતી. આથી મહાનગરપાલિકાની સિક્યોરીટી શાખાએ આ બાબતની પોલીસ વિભાગને જાણ કરી હતી. આ કર્મચારી રાજકોટમાં રહે છે અને ત્યાંથી જામનગર અપડાઉન કરે છે.

આથી પોલીસ દ્વારા સ્ટેટ આઈ.બી.ને જાણ કરી દેવામાં આવતા તેના અનુસંધાને મંગળવારે રાજકોટ પોલીસ દ્વારા તેની રાજકોટમાં તેના ઘરેથી જ અટકાયત કરી લેવામાં આવી હતી. જ્યાં તેનો ગઈકાલે લેખિત બાહેંધરી આપતા છૂટકારો થયો હતો.

આ કર્મચારી વોટર વર્કસ શાખામાં ફરજ બજાવે છે અને નોકરીમાંથી છૂટા કર્યા હતાં જ્યા તેમણે અદાલતનો આશરો લીધો હતો અને અદાલતના આદેશથી તેમને પુનઃ નોકરીમાં લેવામાં આવ્યા હતાં અને પમ્પ હાઉસમાં નોકરી દરમિયાન ઉપરી અધિકારી ઉપર વારંવાર આક્ષેપો કરતા હોવાથી બેડી ઈ.એસ.આર.માં તેની વરણી કરવામાં આવી હતી, પરંતુ દસ દિવસથી તેઓ નોકરીમાં હાજર થયા નહતાં અને બદલીનો ઓર્ડર પણ સ્વીકાર્યો નહતો.

આ દરમિયાન તેણે મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી અનેક મુદ્દે ફરિયાદો કરીને આત્મવિલોપન કરવાની ચિમકી આપતા આખરે પોલીસે તેની અટકાયત કરી હતી જેમાં તેનો ગઈકાલે છૂટકારો થયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh