Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતના સૌથી અમીર મહિલા ગણાતા
નવી દિલ્હી તા. ર૮ઃ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો પડ્યો છે. સાવિત્રી જિંદાલે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી છે અને તેઓ કેસરિયા કરશે તેવી અટકળો છે. તેમના પુત્ર નવીન જિંદાલ તાજેતરમાં ભાજપમાં જોડાયા છે.
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસને એક બાદ એક ફટકા સહન કરવાનો વારો આવી રહ્યો છે. વિવિધ રાજ્યોમાં કોંગી નેતાઓ દ્વારા પક્ષપલ્ટો કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ભારતની સૌથી અમીર મહિલા અને દેશના ટોચના અમીરોની યાદીમાં સામેલ સાવિત્રી જિંદાલે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી છે.
સાવિત્રી જિંદાલે બુધવારે ટ્વિટર પ્લેટફોર્મ પર એક પોસ્ટ દ્વારા જાહેરાત કરતા જણાવ્યું કે મેં ધારાસભ્ય તરીકે ૧૦ વર્ષ સુધી હિસારના લોકોનું પ્રતિનિધિત્વ કર્યું છે અને મંત્રી તરીકે હરિયાણા રાજ્યની નિઃસ્વાર્થ સેવા કરી છે. હિસારના લોકો મારો પરિવાર છે અને મારા પરિવારની સલાહ પર હું આજે કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહી છું. તેમણે આગળ લખ્યું કે હું કોંગ્રેસ નેતૃત્વ અને મારા તમામ સાથીદારોના સમર્થન માટે હંમેશા આભારી રહીશ જેમણે હંમેશા મને તેમનું સમર્થન અને સન્માન આપ્યું.
તેમનું રાજીનામું એવા સમયે આપ્યું છે જ્યારે તેમના પુત્ર નવીન જિંદાલ તાજેતરમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે સાવિત્રી જિંદાલ પણ ભાજપમાં જોડાઈ શકે છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
ભારતની સૌથી ધનાઢ્ય મહિલાઓમાં ટોચ પર સાવિત્રી જિંદાલ ૮૪ વર્ષના છે અને જિંદાલ ગ્રુપનો વિશાળ બિઝનેસ સંભાળી રહ્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેકસ મુજબ, ર૮ માર્ચ, ર૦ર૪ના સાવિત્રી જિંદાલની કુલ સંપત્તિ ર૯.૬ બિલિયન ડોલર છે. ભારતીય રૂપિયામાં લગભગ ર.૪૭ લાખ કરોડ રૂપિયા છે. દેશની સૌથી અમીર મહિલાઓની યાદીમાં તેમનું નામ પ્રથમ આવે છે, જ્યારે સાવિત્રી જિંદાલ વિશ્વના ટોચના અબજોપતિઓમાં પ૬ મા સ્થાને છે.
ઓપી જિંદાલ ગ્રુપના ચેરપર્સના સાવિત્રી જિંદાલે ૧૦ વર્ષ સુધી હિસાર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે. હરિયાણા સરકારમાં મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. વર્ષ ર૦૦પ માં વિમાન દુર્ઘટનામાં તેમના પતિ અને જિંદાલ સંસ્થાપના ઓપ જિંદાલના મૃત્યુ પછી તેમને હિસાર મત વિસ્તાર ક્ષેત્રથી હરિયાણા વિધાનસભા માટે પસંદગી કરવામાં આવી હતી. તેઓ ર૦૦૯ માં પણ ફરી એકવાર ચૂંટાયા અને ઓકટોબર ર૦૧૩ મા તેમણે હરિયાણા સરકારમાં કેબિનેટ મંત્રી નિયુકત કરવામાં આવ્યા. વર્ષ ર૦૦૬ માં શહેરી સ્થાનિક સંસ્થાઓ અને આવાસ રાજ્ય મંત્રી તરીકે કામ કર્યું, પરંતુ ર૦૧૪ ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં હિસારથી તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial