Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અલૌકિક અનુભૂતિ હૈ, વતન આઈ વિભૂતિ હૈ
જામનગર તા. ર૮ઃ પ્રખર પ્રભાવક વિદ્વાન મનિષી જૈનાચાર્ય શ્રી અજીતયશસૂરિશ્વરજી મહારાજ સાહેબ તેમના વિશાળ સમુદાય સાથે નગરના જૈન સંઘોમાં પધરામણી કરતા સમસ્ત જૈન સમાજમાં આનંદસહ ધન્યતાની લહેર વ્યાપી ગઈ છે.
સાઉથ આફ્રિકાના એડન દેશમાં જન્મેલા તથા સાડાનવ વર્ષની વયે શેત્રુંજ્ય તીર્થમાં દીક્ષા ગ્રહણ કરનારા પૂ. અજીતયશસૂરિશ્વરજી મહારાજના પૂર્વાશ્રમના પરિવારનું વતન ગુંદા હોય, જામનગરના જૈન સમાજમાં ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે.
પોતાની ચમત્કૃત અને ચૈતન્યયી વાણીથી જીવન સંગ્રામમાં હારી ગયેલા લોકોને શ્રદ્ધાનું બળ આપી વિજયી બનાવનાર મ.સા. શાશ્વત તીર્થ ક્ષેત્રુંજ્યમાં ઉપાધાન તપની આરાધનામાં નિશ્રા પ્રદાન કરી ગિરનાર મહાતીર્થની છ'રી પાલીત સંઘયાત્રા પછી દ્વારકામાં શ્રી નેમિનાથ જિનાલયની પ્રથમ વર્ષની ઉજવણીમાં પણ નિશ્રા પ્રદાન કરી વતન ગુંદા પધાર્યા ત્યારે તેમનું શાહી સામૈયું કરવામાં આવ્યું હતું. તેમના આશિષ છત્ર હેઠળ વિહારધામના ઉદ્ઘાટન સહિતના ધર્મકાર્ય સંપન્ન થયા હતાં.
આરાધના ધામની ફાગણ સુદ તેરસની ભાવ યાત્રામાં નિશ્રા પ્રદાન કરી મ.સા. જામનગરના વિવિધ જૈન સંઘોના આંગણે પાવન પધરામણી કરી રહ્યા છે. ત્યારે તેમની જીવન પરિવર્તક દિવ્ય વાણીનો લાભ લેવા સમસ્ત જૈન સમાજને જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.
પૂ. અજીતયશસૂરિશ્વરજી મ.સા. સાથે જ પૂ. શ્રીમદ્ વિજય સંસ્કારયશ સૂરિશ્વરજી મ.સા. તથા સાધ્વીઓ સર્વશ્રી વિશુદ્ધમાલાશ્રીજી આદિયાણા, સુયશમાલાશ્રીજી આદિઠાણા, વિમલયશાશ્રીજી આદિઠાણા વગેરે વિશાળ સમુદાયનું નગરમાં પણ આગમન થયું છે.
તા. ર૯/૩ ને શુક્રવારે સવારે ૬ કલાકે સ્વસ્તિક સોસાયટી પાસે સાંસદ પૂનમબેન માડમના ઘર પાસેથી સામૈયું નીકળશે. સવારે ૬-૧પ કલાકે વિજયભાઈ અનુપચંદ મહેતાના ઘરે પધારમણી, સવારે ૬-૪પ કલાકે વિમલભાઈ મહેતા (ગુંદાવાળા) ના ઘરે પધરામણી, સવારે ૭-૧પ કલાકે બિમલભાઈ મહેતા ઘરેથી સામૈયુ, સવારે ૮ થી ૯ શ્રી પેલે ઉપાશ્રયમાં વ્યાખ્યાન, સવારે ૯ કલાકે પેલેસ આયંબિલમાં બિમલભાઈ મહેતા તરફથી સકળ સંઘની નવકારશ્રી, સાંજે ૭ કલાકે સંધ્યા ભક્તિ યોજાશે. તા. ૩૦/૩ ને શનિવારે સવારે ૭ કલાકે શ્રી પેલેસ ઉપાશ્રયમાં વ્યાખ્યાન તથા સાંજે ૭ કલાકે સંધ્યાભક્તિ યોજાશે.
સ્વ. અભેચંદ પોપટલાલ મહેતા તથા સ્વ. માતુશ્રી શારદાબેન અભેચંદ મહેતા પરિવાર દ્વારા પૂ. ગુરુ ભગવંતોની પાવન નિશ્રાનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial