Advertisement
Author: નોબત સમાચાર

ભારતના બેરોજગાર લોકોમાં મહત્તમ ૮૩ ટકા યુવાનો

શિક્ષિત યુવાનોમાં બેકારીનું પ્રમાણ ચિન્તાજનક સ્તરે

નવી દિલ્હી તા. ર૮ઃ ભારતમાં કુલ બેરોજગારોમાં ૮૩ ટકા યુવાનો હોવાનો આઈએલઓનો અહેવાલ ચર્ચામાં છે. ર૦રર માં બેરોજગાર યુવાનોનું પ્રમાણ વધીને ૬૬ ટકા જેટલું હતું, જેમાં મોટો વધારો નોંધાયો છે.

આઈએલઓના અહેવાલ મુજબ દેશમાં લગભગ ૮૩ ટકા બેરોજગાર લોકો યુવા વર્ગના છે. વર્ષ ર૦૦૦ ની તુલનામાં ર૦રર માં રોજગાર યુવકોનું પ્રમાણ લગભગ બમણું થયું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ અહેવાલમાં કરાયો છે.

આઈએલઓ એટલે કે ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝનેશન અને ઈન્સ્ટિટયુટ ઓફ હ્યુમન ડેવલપમેન્ટના જણાવ્યા અનુસાર શિક્ષિત યુવાનોમાં બેરોજગારી ચિંતાજનક સ્તરે પહોંચી છે. વર્ષ ર૦૦૦ ના ૩પ.ર ટકાની તુલનામાં ર૦રર માં બેરોજગાર યુવાનોનું પ્રમાણ ૬પ.૭ ટકા રહ્યું છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર માધ્યમિક શિક્ષણ અધવચ્ચેથી છોડી દેનારા વિદ્યાર્થીઓનો દર ઘણો ઉંચો છે.

ખાસ કરીને ગરીબ રાજ્યો અને વંચિત વર્ગમાં તેનું પ્રમાણ વધારે છે. અહેવાલ અનુસાર ર૦૦૦ થી ર૦૦૯ ના ગાળામાં યુવાઓની રોજગારીમાં વધારો નોંધાયો હતો. પણ કોવિડ મહામારીના વર્ષોમાં યુવા વર્ગની રોજગારી ઘટી હતી. જો કે, સૂચિત ગાળામાં અનુભવી શિક્ષિત યુવકોને બેરોજગારીના ઉંચા પ્રમાણનો સામનો કરવો પડ્યો હતો. લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે બેરોજગારી ચૂંટણી માટે મહત્ત્વનો મુદ્દો બની શકે છે.

ર૦૧૯ પછી લોકોના પગારમાં સ્થગિતતા નોંધાઈ છે અથવા ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને કાયમી કામદારો અને સ્વરોજગાર ધરાવતા લોકોના વાસ્તવિક વેતનમાં ર૦૧૯ પછી નેગેટિવ ટ્રેન્ડ રહ્યો છે. ર૦રર માં બિનકુશળ કામદારોને મોટા પ્રમાણમાં લઘુતમ કામદારોને મોટા પ્રમાણમાં લઘુતમ નિર્ધારિત વેતન મળ્યુ નથી. રોજગારીના મુદ્દે વિવિધ રાજ્યોમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh