Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાવલના સામાજિક યુવા કાર્યકર અને સેવાભાવી અગ્રણી
રાવલના સામાજિક, ધાર્મિક ક્ષેત્રના યુવા કાર્યકર અને સેવાભાવી અગ્રણી મનોજ સોનીની ગુજરાત પત્રકાર એક્તા પરિષદની પ્રદેશ કારોબારી મંત્રી તરીકે નિયુક્તિ થઈ છે. તેઓ અખબારી અને ટેલિવિઝન ન્યુઝ ચેનલો સાથે સક્રિય રીતે સંકળાયેલા છે.
આ પરિષદના પ્રદેશ પ્રમુખ બાબુભાઈ પી. કારસોડિયાએ આ નિમણૂક કરી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ જુની કારોબારીનું વિસર્જન થયા પછી નવી કારોબારી રચાઈ રહી છે.
ઉલ્લેખનિય છે કે, મનોજભાઈ સોની ધાર્મિક, સામાજિક સંસ્થાઓ તથા મીડિયા સાથે તો સંકળાયેલા જ છે, પરંતુ તેઓ મૂળ સ્વભાવથી જ અનોખી સેવાભાવના ધરાવે છે અને ગરીબોને મદદ, ભૂખ્યાને ભોજન અને બાળકોને અભ્યાસ ઉપરાંત વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ માટે ઉદાર હાથે દાનની સરવાણી વહેવડાવતા રહે છે, અને તેઓ પોતે પણ આ સેવાપ્રવૃત્તિઓમાં પૂરી સક્રિયતા અને નિષ્ઠાથી જોડાતા હોય છે, અને તેઓ દેવુભગતના શિષ્ય તરીકે પણ અનેક પ્રકારની સેવાઓમાં સહભાગી કે આયોજક બનતા હોય છે.
મનોજભાઈ તથા તેના જુથની આ નિઃસ્વાર્થ સેવાઓના કારણે આ વિસ્તારમાં ઘણી સેવાપ્રવૃત્તિઓ ધમધમી રહી છે, અને ગૌસેવા, જીવદયા અને માનવ કલ્યાણની પ્રવૃત્તિઓમાં પણ તેઓ હંમેશાં અગ્રતાક્રમે રહેતા હોય છે. તેઓ પદયાત્રા કરીને પોતાના ગુરુને ત્યાં જતા હોય છે, તેઓ ગરીબોને અનાજ, દવાઓ વસ્ત્રો વગેરે પણ વિતરણ કરતા રહે છે.
તાજેતરમાં રાવલમાં જ જ્યારે આ સંસ્થાની એક બેઠક યોજાઈ હતી, ત્યારે પણ મનોજભાઈની બહુલક્ષી સેવાઓની ચર્ચા થઈ હતી. આ તમામ બાબતોની નોંધ પણ લેવાઈ હોય તેથી આ નિમણૂક થઈ હોવાનું જણાય છે.
મનોજભાઈનું ગ્રુપ પણ અટલું જ સક્રિય અને સેવાભાવનાથી કામ કરતું રહે છે, તેવી આ સામૂહિક સેવા પ્રવૃત્તિ આ પંથકમાં ઘણી જ પ્રચલિત છે.
મનોજભાઈની ગુજરાત પત્રકાર એક્તા પરિષદના પ્રદેશ કારોબારી મંત્રી તરીકે થયેલી નિમણૂક સાર્વત્રિક આવકાર મળી રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial